વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈના કેસમાં પોલીસ દ્વારા ધરપકડની દહેશતે કરવામાં આવેલી અરજદારની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
ફિરયાદ મુજબ, આરોપી રાજેશ અભયસિંહ ચાવડા અને નયના મનહરસિંહ મહિડાએ લોન અપાવવાનો વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી રૂ. 8.93 લાખ પડાવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીએ રૂ. 1 લાખ મેળવી કુલ રૂ. 9,93,045ની ઠગાઈ આચરી હતી. આ અંગે વર્ષ 2025માં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં ધરપકડથી બચવા અરજદાર મકસુદઅહેમદ કાઝી (રહે- દેહગામ, ગાંધીનગર) એ અત્રેની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂકરી હતી.
કોર્ટએ નોંધ્યું હતું કે, અરજદારે પોતાની અરજીમાં વ્યાજબી અને મજબૂત કારણો રજૂ કરવામાં નિષ્ફળતા દર્શાવી છે, તપાસ અધિકારીના અભિપ્રાય મુજબ, હાલ સુધીની તપાસમાં અરજદારનું નામ આરોપી તરીકે બહાર આવ્યું નથી અને તેમની ધરપકડ કરવાની હાલ કોઈ જરૂરિયાત જણાતી નથી. કોર્ટે રજૂ થયેલા તથ્યોના આધારે આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.








