વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : શહેરમાં મિત્રતાના સંબંધને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે. આજવા રોડ પર આવેલી ગજ્જર ચેમ્બર્સમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા એક યુવકે પોતાની જ કોલેજની જુનિયર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ આરોપી આકાશ સિંગની ધરપકડ કરી લીધી છે.
મિત્રતાના બહાને બોલાવી રચી જાળ
મૂળ ગાંધીધામનો વતની આકાશ સિંગ ગજ્જર ચેમ્બર્સમાં ભાડેથી રહે છે. યુપીની વતની અને વડોદરામાં બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી સાથે તેની કોલેજ કાળથી મિત્રતા હતી. યુવતીએ કપડાં ધોવાના બાકી હોવાનું જણાવતા આકાશે તેને લાલચ આપી કે, "મારા ઘરે વોશિંગ મશીન છે, તું ત્યાં આવીને કપડાં ધોઈ લે." બે દિવસ પહેલા રાત્રે 9:30 વાગ્યે આકાશ યુવતીને તેના પીજી (PG) માંથી ઘરે લઈ આવ્યો હતો. 11:30 વાગ્યા સુધી યુવતીએ કપડાં ધોયા હતા.
વીડિયો ઉતારી આપી ધમકી
યુવતીએ જ્યારે રાત્રે પરત જવાની વાત કરી, ત્યારે આકાશે ગેટ બંધ થઈ ગયો છે તેવું બહાનું કાઢી તેને રોકી લીધી હતી. આ તકનો લાભ ઉઠાવી આકાશે યુવતીના આપત્તિજનક ફોટા પાડ્યા અને વીડિયો ઉતાર્યા હતા. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
બાપોદ પોલીસની કડક કાર્યવાહી
ગઈકાલે સવારે આકાશે યુવતીને પીજીમાં છોડી દીધી હતી અને કોઈને પણ કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ગભરાયેલી યુવતીએ હિંમત હાર્યા વગર બાપોદ પોલીસ સ્ટેશન પહોંચી રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરી આકાશ સિંગને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો :સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર
ભાઇ વતન જતા તકનો ફાયદો ઉઠાવ્યો
મોડી રાત્રે પોલીસે એફએસએલ (FSL) ની ટીમ સાથે ઘટનાસ્થળે જઈને જરૂરી સેમ્પલ લીધા છે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ કબજે લીધો છે, જેને તપાસ માટે એફએસએલ મોકલવામાં આવ્યો છે જેથી તેમાંથી ફોટા અને વીડિયોના પુરાવા મેળવી શકાય. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આકાશ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને જે દિવસે આ ઘટના બની ત્યારે તેનો ભાઈ વતનમાં ગયો હોવાથી તે રૂમમાં એકલો જ હતો. હાલમાં બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








