Gujarat

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે- ત્રણ દિવસથી વડોદરા એરપોર્ટથી પણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે અથવા મોડી પડી છે, જેના કારણે મુસાફરોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એરપોર્ટ પર રિફન્ડ અને રી-બુકિંગ માટે મુસાફરોની કતારો જોવા મળી છે. અને મુસાફરો દ્વારા એરલાઈન પાસેથી સમયસર માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની માંગ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ

IndiGo Airlines News: ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે  હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે- ત્રણ દિવસથી વડોદરા એરપોર્ટથી પણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે અથવા મોડી પડી છે, જેના કારણે મુસાફરોએ  પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એરપોર્ટ પર રિફન્ડ અને રી-બુકિંગ માટે મુસાફરોની કતારો જોવા મળી છે. અને મુસાફરો દ્વારા એરલાઈન પાસેથી સમયસર માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા બેથી ત્રણથી દિવસથી ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સંકટમાં મૂકાઈ છે. જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. એક હજારથી વધુ ફ્લાઈટો કેન્સલ થવાના કારણે અનેક મુસાફરોના મહત્ત્વના કામકાજ ખોરવાયા છે. દેશભરનાં એરપોર્ટ્સ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. આજેપણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. 

વડોદરા એરપોર્ટ ખાતે ગઈકાલે આઠ ફ્લાઈટ કેન્સલ થતાં એક હજાર મુસાફરોની હાલત કફોડી બની હતી. આજે ઇન્ડિગો એરલાઈનની કુલ છ ફ્લાઇટ્સ રદ્દ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એરલાઈન દ્વારા ઓપરેશનલ અથવા ટેક્નિકલ કારણો દર્શાવી ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. 


આજે ઇન્ડિગોની 6E-2178  હૈદરાબાદ - વડોદરા, 6E-105  વડોદરા - ગોવા, 6E-104  ગોવા - વડોદરા, 6E-2179  વડોદરા - હૈદરાબાદ, 6E-2168  મુંબઈ - વડોદરા અને  6E-5138  વડોદરા - મુંબઈ ફ્લાઇટ્સ રદ્દ તથા  સવારની 6E-5126 મુંબઈ - વડોદરા અને 6E 6087 વડોદરા - મુંબઈ ફ્લાઇટ્સ 4 કલાક લેટ થતાં મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઇટ્સ, બિઝનેસ મીટિંગ્સ તથા પ્રવાસના અન્ય આયોજન પડતા મુકાયા છે. 

મુસાફરોએ પોતાની વ્યથા જણાવી

એક મુસાફરનું જણાવ્યું હતું કે, બેંગ્લોર પહોંચી સોમવારે જોબ શરૂ કરવાની છે, અન્ય કોઈ ઓપ્શન નથી. આવતીકાલની ફ્લાઈટનું નક્કી ન હોવાથી પ્લાનિંગ ખોરવાયું છે. અન્ય એક મહિલા મુસાફરનું કહેવું હતું કે, આજે સવારે ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની જાણ કરી છે, સોફ્ટવેરમાં ખામી હોય તો બોર્ડિંગ પાસ કેવી રીતે ઇસ્યુ થાય, હવે આવતીકાલે ઓફિસ બંધ હોવાનું જણાવે છે. બેંગલોરની ફ્લાઈટ કેન્સલ કરી વડોદરા થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ ફ્લાઇટનું રિ શિડયુઅલ કરી આપ્યું છે, હવે વડોદરાથી મુંબઈની ફ્લાઈટ લેટ છે અને મુંબઈથી બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ થઈ છે.


માતાએ કહ્યું, મારી દીકરીને કંઈક થશે તો ઈન્ડિગોનું આવી બનશે 

મહિલા મુસાફર ગીતાબેનનું એરપોર્ટ ખાતે ઈન્ડિગો સ્ટાફને કહ્યું હતું કે, બેંગ્લોર ખાતે મારી ગર્ભવતી દીકરી એકલી છે, અને હોસ્પિટલમાં એડમિટ છે, તેને કંઈ થયું તો છોડીશ નહીં. ઈમરજન્સીમાં બેંગ્લોર જવું છે, હવે મને ફ્લાઇટ કેન્સલ કરાવવા જાણ કરી રહ્યા છે, જણાશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરીશ.