Gujarat

વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

By GS TEAM
22 Mar 20261 min read
TukuTouch Logo
16 વર્ષની સગીરાને ભગાડી તેના પર વારંવાર શારીરિક શોષણ અંગેના પોક્સો કેસમાં વિશેષ અદાલતે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

16 વર્ષની સગીરાને ભગાડી તેના પર વારંવાર શારીરિક શોષણ અંગેના પોક્સો કેસમાં વિશેષ અદાલતે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.

વિશેષ પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપી સુનિલ ઉર્ફે અનિલ કાલિદાસ રાઠોડિયા (રહે – નવી નગરી, પોર ગામ) ને બળાત્કા૨ તથા પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો છે. કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીએ સગીરાને ભગાડી, બળજબરીથી સંબંધ બાંધ્યા અને તેને ગર્ભવતી બનાવ્યાનું સાબિત થયું હતું.

વર્ષ ૨૦૨૪ માં સગીરા ઘરેથી બજારમાં જવાનું કહી નીકળી હતી. બાદમાં તે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરા આરોપી સાથે સંપર્કમાં હતી.જે અંગે વરણામા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.

તપાસ દરમિયાન સગીરા અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું. રિપોર્ટમાં આરોપી જ ગર્ભમાં રહેલા ભ્રૂણનો પિતા હોવાનું સાબિત થયું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

કોર્ટે નોંધ્યું હતું કે, પીડિતા માત્ર 16 વર્ષની હતી, એટલે કાયદેસર રીતે બાળક ગણાય ,આવી પરિસ્થિતિમાં સંમતિનો પ્રશ્ન લાગુ પડતો નથી, પીડિતાના નિવેદન અને વૈજ્ઞાનિક પુરાવા વિશ્વસનીય છે, પોક્સો કાયદા હેઠળ આવા ગુનાઓ ગંભીર છે અને સમાજ માટે ચેતવણીરૂપ છે.