Get The App

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર  એકાઉન્ટન્ટ ઝડપાયો 1 - image

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચોપડા ગામેથી ડીસીબીના હાથે ઝડપાઇ ગયો છે.  

વાસણા ગોત્રી રોડ શ્રી મોતી બંગ્લોમાં રહેતા કલ્પેશભાઇ અશોકભાઇ પટેલની આજવારોડ સરદાર એસ્ટેટમાં શ્રી  ઉમિયાજી મસાલા મિલ છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું હતું  કે, અમારી ફેક્ટરીમાં છેલ્લા 12 વર્ષની એકાઉન્ટન્ટ તરીકે રાકેશ પ્રભાતસિંહ પરમાર (રહે. માધવ રેસિકોમ પ્લાઝા, ખોડિયારનગર) નોકરી કરતો હતો.  તે મારા ફેકટરીના કર્મચારીને એક ચિઠ્ઠી આપીને જતો રહ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારાથી શેરબજારમાં 8 કરોડનો લોસ થઇ ગયો છે. કંપનીના હિસાબો ચેક કરતા રાકેશે તા. 01-12-2022 થી તા.25-02-2026 દરમિયાન 14.09 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી પાડી વધુ તપાસ માટે બાપોદ પોલીસને સોંપી દીધો છે.