Gujarat

અટવાઇ પડેલ માનસિક અસ્વસ્થ મહિલાને પરીવાર સુધી પહોંચાડતી અભયમ સંસ્થા

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાના મકરપુરાથી એક ત્રાહિત વ્યક્તિનો 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી કહ્યું હતું કે એક મહિલા સવારથી અહીં ફર્યા કરે છે. વરસાદમાં હેરાન થતાં મહિલાને મદદ પહોચાડવા અનુરોધ કરતા અભયમ બાપોદ ટીમ સ્થળ પર પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અટવાઇ પડેલ માનસિક અસ્વસ્થ મહિલાને પરીવાર સુધી પહોંચાડતી અભયમ સંસ્થા

Vadodara : વડોદરાના મકરપુરાથી એક ત્રાહિત વ્યક્તિનો 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી કહ્યું હતું કે એક મહિલા સવારથી અહીં ફર્યા કરે છે. વરસાદમાં હેરાન થતાં મહિલાને મદદ પહોચાડવા અનુરોધ કરતા અભયમ બાપોદ ટીમ સ્થળ પર પહોંચી હતી.

મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, તે માનસિક અસ્વસ્થ છે. તેઓ બિનગુજરાતી હોવાથી વાતચીત કરી શકતાં ના હતા. જેથી તેઓને ઈશારાથી સમજાવી તેમનાં ઘરના રોડ સૂધી વાનમાં બેસાડી લઇ ગયાં હતા. ઘણી મહેનત અને શોધખોળ બાદ તેમના પરીવાર મળી આવ્યો હતો. વાનમાં મહિલા બેઠા હતાં ત્યારે તેમનો પરીવાર પણ તેઓને શોધવા નીકળ્યા હતાં. જેઓએ મહિલાને ઓળખી બતાવ્યા હતા. તેઓએ જણાવેલ કે કોઈને કહ્યા વગર ઘરેથી મંદિરે દર્શન કરવા નીકળી ગયેલા. અભયમ દ્વારા મહિલાની સોંપણી કરવામા આવી હતી અને જણાવ્યુ હતું કે, તેમના ખિસ્સા અથવા પાકીટમાં તમારું નામ અને કોન્ટેક્ટ નંબર રાખશો. જેથી ભવિષ્યમાં આવી ધટના બને તો સમ્પર્ક કરી સકાય. ઊપરાંત મેન્ટલ હૉસ્પિટલમાં તેઓની જરૂરી સારવાર અપાવવા સુચન કરવામાં આવ્યું હતું.