Gujarat

વડોદરા : સમલાયા ગામે 40 વર્ષ જૂની પાણીની ટાંકી તુટતા યુવકનું મોત, વહીવટદાર હતા.. કોઈએ સાંભળ્યું નહીં

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સવારે 40 વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટેન્ક ધડાકાભેર તૂટી પડતાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા : સમલાયા ગામે 40 વર્ષ જૂની પાણીની ટાંકી તુટતા યુવકનું મોત, વહીવટદાર હતા.. કોઈએ સાંભળ્યું નહીં

Vadodara : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સવારે 40 વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટેન્ક ધડાકાભેર તૂટી પડતાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે.

સમલાયા ગામે 1984 માં બનેલી પાણીની ટાંકીમાંથી મુખ્ય બજાર, રેલ્વે સ્ટેશન પોસ્ટ ઓફિસ જેવા વિસ્તારોમાં અંદાજે દોઢ હજાર જેટલા લોકોને પાણીનો સપ્લાય પૂરો પાડવામાં આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં હતી. 

સમલાયા ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણીઓ થઈ રહ્યો હોવાથી વહીવટદાર મુકાયા હતા. જેને કારણે ગ્રામ પંચાયતોમાં નીતિવિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હોવાની વારંવાર બુમો પણ પડતી હતી.

સમલાયા પૂર્વ સરપંચ દ્વારા નવી ટાંકી માટે પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતાં આજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સવારે દસેક વાગે વોરા સફી મોહમ્મદભાઈ ટાંકીમાં પાણી ચઢાવવા માટે આવી રહ્યા હતા ત્યારે પાણીની ટાંકી ધરાશાયી થતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કરુણ મોતની નિપજ્યું હતું. બનાવને પગલે ગ્રામજનોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ભારે રોષની લાગણી વ્યાપી હતી.