ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલો બિયરનો જથ્થો ઝડપાયો

ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવેલો વિદેશી દારૂનો 2.63 લાખનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે બિલટીના આધારે આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે તરસાલી ચોકડી પાસે આવેલ શ્રીનાથ કારગોમાં ખોટી બિલટીના આધારે દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ખોટી બિલટીના આધારે મોકલવામાં આવેલા બિયરના 1,198 ટીન કિંમત રૂપિયા 2.63 લાખના મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે લીધો છે તેમજ બિયરનો જથ્થો વડોદરાના સરનામું ઇન વર્ષના આધારે મંગાવનાર આરોપી તથા બિયરનો જથ્થો મોકલનાર સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.