Get The App

વડોદરા: પાદરામાં લો ટેન્શન લાઇનનું કામકાજ કરતી વખતે હું ડોન છું, કહી કર્મીઓ પર પથ્થરમારો

Updated: Dec 31st, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: પાદરામાં લો ટેન્શન લાઇનનું કામકાજ કરતી વખતે હું ડોન છું, કહી કર્મીઓ પર પથ્થરમારો 1 - image


વડોદરા, તા. 31 ડિસેમ્બર

વડોદરા જિલ્લાના પાદરામાં લો ટેન્શન લાઇનનું કામકાજ કરી રહેલા કર્મચારીઓને હું પાદરાનો ડોન છું, મને પુછ્યા વિના કેમ કામ કરો છો? કહી પથ્થરમારો તેમજ સ્ટીલની પાઇપ વડે હુમલો કરતા 2 કર્મચારીઓને ઇજા પહોંચી હતી. ડોને જાતિ વિષયક ઉચ્ચારણ કરીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

કરજણ તાલુકાના કુરાઈ ગામના મોટો ભીલવાડો વિસ્તારમાં રહેતા 36 વર્ષીય અનિલકુમાર રમણ વસાવાએ પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તા. 30ના રોજ સવારે 11:00 વાગ્યે તેઓ પાદરાના સાંઈ નગર તરફ જતા રોડ પર આવેલી પવિત્રકુંજ સોસાયટીની સામે સરકારી રાહે લો ટેન્શન લાઇન અંગેનું કામકાજ કરતા હતા. તે સમયે યાસીન ઉર્ફે ડોન સિરાજ વ્હોરા ( રહે. પાદરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાદરા) ત્યાં ધસી આવ્યો હતો. અને અનિલકુમાર તેમજ રોયલ ભુપેન્દ્ર શર્મા સહિતના બીજા કામ કરતા કર્મચારીઓ પાસે આવી ગમે તેમ બોલવા લાગ્યો હતો. અને જાતિ વિષયક ઉચ્ચારણ કરીને " તને આ વિસ્તારમાં આવવાની ના પાડી છે. તને ખબર નથી ? હું પાદરાનો ડોન છું અને તમે મારા ઈલાકામાં મને પુછ્યા વિના શું કામ કરો છો ? બધું કામ બંધ કરી દો.” તેમ કહી આજુબાજુમાં પડેલા પથ્થર લઈ છુટા મારવા લાગ્યો હતો. બાદ પોતાના ઘરે જઈ સ્ટીલની પાઈપ લઈ આવી અનિલકુમારને સરકારી કામકાજ કરતા રોક્યા હતા. અને અનિલકુમાર ઝપાઝપી કરીને આંખમાં ઇજા પહોંચાડી હતી. અને અનિલકુમારને કહેલું કે, “મારા વિસ્તારમાં કોઈને કામ કરવા નહીં દઉ. અહીંથી જતા રહો નહીંતર પતાવી દઈશ.” તેવી ધમકી આપી હતી. તેમજ રોયલ ભુપેન્દ્ર શર્માને પણ ગંભીર ઇજા પહોંચાડતા પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags :