Get The App

વડોદરા: મકરપુરામાં ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

Updated: Dec 28th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: મકરપુરામાં ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો 1 - image


વડોદરા, તા. 28

બોગસ સર્ટિફિકેટ વડે મકરપુરા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી દવાખાનું ચલાવી એલોપેથીની સારવાર આપતા બોગસ ડોક્ટરને વડોદરા એસ.ઓ.જી પોલીસની ટીમે ઝડપી પાડી મેડિકલ સાધનો ,દવાઓ અને ઈન્જેકશન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડોદરામાં તબીબી ડિગ્રી વગર ડોક્ટરનો વ્યવસાય કરતા બોગસ ડોકટરોને શોધી કાઢવા વડોદરા એસ.ઓ.જી પોલીસની ટીમ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા એસટી ડેપો પાછળ આવેલા મહાલક્ષ્મી નગરમાં વિષ્ણુદેવ પ્રસાદ કુશવાહા નામનો વ્યક્તિ નામઠામ વગરની દુકાનમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ડોકટર બની લોકોના સ્વાસ્થ્ય તથા આરોગ્ય સાથે ચેડાં કરે છે. જેના આધારે પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડાની કાર્યવાહી કરી હતી. અને બોગસ તબીબ વિષ્ણુદેવપ્રસાદ ઈન્દ્રદેવપ્રસાદ કુશવાહા ( રહે - હરિદર્શન સોસાયટી ,તરસાલી બાયપાસ,  વળદલા) ને ઝડપી પાડયો હતો.બોગસ તબીબ  છેલ્લા ચાર વર્ષથી દવાખાનું ચલાવતો હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે દવાખાનામાંથી મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, સાહિત્ય, ઇન્જેક્શનો ,એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બોગસ તબીબે પોલીસ સમક્ષ રજુ કરેલું સર્ટીફીકેટ ઇનવેલિડ

પોલીસે તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટીફિકેટ માંગતા તેણે કાઉન્સિલ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીક સિસ્ટમ ઓફ મેડિસિન પટનાનું સર્ટીફીકેટ રજૂ કર્યું હતું. જે સર્ટીફીકેટ મેડિકલ કાઉન્સિલ તરફથી  વેલીડ નથી. જે સંસ્થા નું સર્ટીફીકેટ રજુ કર્યું તે સંસ્થા બંધ થઈ ગઈ છે. અને તે સંસ્થાને યુનિવર્સિટી તરફથી કોઈ પરવાનગી મળી ન હતી. તેમજ કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. એલોપેથી તબીબી પ્રેક્ટિસ અંગે નું સર્ટીફીકેટ તથા મેડિકલ કાઉન્સિલ  રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મળી આવ્યું ન હતું.


Tags :