Get The App

વડોદરા: થર્ટી ફર્સ્ટ પૂર્વે અને રાત્રી કર્ફયુ અભિયાન:બ્રેથ એનેલાઇઝરની ચકાસણી માં 30 થી વધુ પીધેલા ઝડપાયા

Updated: Dec 28th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: થર્ટી ફર્સ્ટ પૂર્વે અને રાત્રી કર્ફયુ અભિયાન:બ્રેથ એનેલાઇઝરની ચકાસણી માં 30 થી વધુ પીધેલા ઝડપાયા 1 - image

વડોદરા, તા. 28

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 31 ડીસેમ્બર ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા પોલીસે વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ દરમિયાન 30થી વધુ નશાખોરોને ઝડપી પાડયા છે.

ગઈકાલે રાત્રિ કરફ્યુ અને ૩૧મી ડિસેમ્બર ઉજવણી સંદર્ભે શહેર પોલીસ દ્વારા ઠેરઠેર ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થળ પર પોલીસે વાહનચાલકોની બ્રિથ એનેલાઇઝર મશીન વડે ચકાસણી કરતા નસો કરેલા હોવાનું બહાર આવ્યું હતું. બાપોદ, સીટી , ગોરવા,  હરણી , જવાહર નગર,  કારેલીબાગ ,લક્ષ્મીપુરા , મકરપુરા , માંજલપુર, પાણીગેટ અને સમા પોલીસે 30થી વધુ પીધેલાઓને ઝડપી પાડયા હતા. આરોપીઓએ દારૂ કોની પાસેથી મેળવ્યો તે દિશામાં પોલીસ ઝીણવટ ભરી તપાસ કરે તો બુટલેગરો પણ સકંજામાં આવી શકે તેમ છે. હાલ નશો કરેલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.