વડોદરા: રૂ. 1.38 કરોડના ખર્ચે ત્રણ મૃતદેહ વાહીની ખરીદશે: વધુ ભાવના ટેન્ડર રજૂ થતા વિવાદ
અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ માટે ત્રણ નંગ ડેડબોડી વાન ખરીદવા ઇજારદાર મે. લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ પાસે કુલ રૂ.1.38 કરોડનું (અંદાજ કરતા 11.42% વધુ)ના ભાવે ખરીદવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરી કરવામાં આવી છે.
અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં હાલમાં કૂલ 4 ડેડબોડી વાન કમ એમ્બ્યુલન્સ છે. હાલના 7+1 (ઇ.આર.સી) ફાયર સ્ટેશન ઉપરાંત નવીન ફાયર સ્ટેશન બનવાના છે. દરેક ફાયર સ્ટેશને એમ્બ્યુલન્સ વાનની તથા મૃતદેહ વાહીનીની સેવાઓ પૂરી પાડવા માટે નવીન ડેડબોડી વાન વાન ખરીદવા જરૂરી છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખી જાહેર જનતાની આવેલ વર્ધીઓને પહોંચી વળવા ફૂલ 3 નંગ (02+01 નંગ) નવિન મૃતદેહ વાહિની ફેબ્રિકેશન, ચેસીસ સહ વસાવવાની જરૂરીઆત હતી. જે મુજબ ભાવપત્રો મંગાવતા ત્રણ ઇજાદારના ભાવપત્રો આવ્યા હતા. મેસેજ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સનું રૂ. 1.38 કરોડના ભાવપત્રને સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે રજૂ કરાયું છે.