Get The App

દારૂની હેરાફેરી માટે બાઈકમાં ચોર ખાનાનો નવો કીમિયો, છાણીમાં વધુ એક બાઈકમાંથી 188 બોટલ મળી

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
દારૂની હેરાફેરી માટે બાઈકમાં ચોર ખાનાનો નવો કીમિયો, છાણીમાં વધુ એક બાઈકમાંથી 188 બોટલ મળી 1 - image

પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ દ્વારા અનેક પ્રકારની તરકીબો અજમાવામાં આવતી હોય છે. પરંતુ આવી તરકીબ લાંબો સમય ચાલતી નથી અને પોલીસના સપડાવવાનો વખત આવતો હોય છે.

છાણી પોલીસ દ્વારા તાજેતરમાં જીએસએફસી બ્રિજ પાસેથી બે ખેપિયાઓને ઝડપી પાડી મોટર સાયકલની પેટ્રોલ ટેંક માં બનાવેલા ચોર ખાનામાંથી 144 નંગ દારૂની બોટલ કબજે કરી હતી.

છાણી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં નીકળી રહી હતી તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવી જ રીતે દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની વિગતો મળતા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી પસાર થતાં બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોટરસાયકલની પેટ્રોલની ટાંકી તપાસતા અંદરથી ચોર ખાનું મળી આવ્યું હતું. જેમાંથી કુલ રૂ. 28,000ની 188 દારૂની બોટલ મળી હતી. પોલીસે આ અંગે ગોપાલ ચેતનભાઇ રાઠવા (ડોલરીયા ગામ છોટાઉદેપુર) અને અજય ગોપાલભાઈ રાઠવા (ખોરવણીયા ગામ, છોટાઉદેપુર) ને ઝડપી પાડ્યા હતા.