Get The App

વડનગરમાંથી મળી આવેલા તપસ્વીના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, અનેક રહસ્યો ખુલશે!

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
વડનગરમાંથી મળી આવેલા તપસ્વીના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, અનેક રહસ્યો ખુલશે! 1 - image

Vadnagar News: ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળી આવેલાં કંકાલનો હવે DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1 હજાર વર્ષ જૂનું પ્રાચીન કંકાલ મળી આવ્યું હતું. જેના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે લખનૌના ડૉ. નીરજ રાયે DNA ટેસ્ટ કરાવ્યો છે. આ ટેસ્ટમાં અનેક રહસ્યો ખુલે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ ઇડર-બડોલી 14 કિ.મી ફોરલેન માટે ₹705.09 કરોડ મંજૂર, ટ્રાફિકની સમસ્યા હળવી બનશે

બૌદ્ધ ધર્મના અવશેષ થયા પ્રાપ્ત

ASIના ડૉ. અભિજીત આંબેડકરે સમગ્ર મુદ્દે જણાવ્યું કે, 'કોવિડ દરમિયાન વડનગરમાં ખોદકામ દરમિયાન કોઠા અંબાજી તળાવ પાસે બૌદ્ધ ધર્મના મંદિર અને અવશેષ પ્રાપ્ત થયા છે. જે ગંગા ઘાટી સાથે મેળ ખાય છે. અહીંથી મળી આવેલું કંકાલ તપસ્યામાં બેઠેલા કોઈ સંન્યાસી જેવું દેખાય છે. હાલ, ડૉ. નીરજ રાય દ્વારા તેમનું DNA સ્ટડી કરવામાં આવી રહ્યું છે.'

આ પણ વાંચોઃ અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળે

વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ

વધુમાં તેમણે જણાવ્યું કે, 'કોઈપણ વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઘણો સમય લાગે છે. આ શોધ 2019 પછીની છે અને અમે તેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કર્યો છે. જેથી આવનારા ભવિષ્યમાં તેને મ્યુઝિયમમાં મૂકી શકાય. DNA રિપોર્ટ પરથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ કંકાલ ઉત્તરપૂર્વીય લોકોના ચહેરા સાથે મેળ ખાતું આવે છે. જોકે, આ મામલે વધુ પ્રકાશ ડૉ. નીરજ રાય જ આપી શકશે. અત્યાર સુધીના તમામ કંકાલ સૂતેલી અવસ્થામાં મળ્યા હતા. પરંતુ, આ પહેલું કંકાલ એવું મળ્યું છે, જે તપસ્યા કરતી મુદ્રામાં છે. કંકાલનો જમણો હાથ તપસ્યા દરમિયાન દંડ પર મૂકવામાં આવે તે પ્રકારે જોવા મળે છે.'