વાડીનારમાં રાત્રે 4 ડ્રોન દેખાતાં બ્લેક આઉટ કરી દેવાયો
બ્લેક આઉટમાં ખાનગી કંપનીએ બ્લેક આઉટ ન કર્યો : યુદ્ધ વિરામ બાદ રાત્રિના સમયે ડ્રોન દેખાતા લોકો ભયભીત બની ગયા
વાડીનાર, : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર વાડીનારમાં રાત્રિના સમયે આકાશમાં ચાર ડ્રોન દેખાતા જ સાવધાન બનેલા ગ્રામજનોએ ફટાફટ બ્લેક આઉટ કરી દીધો હતો.
યુદ્ધ વિરામ થઇ ગયા બાદ અહીં જનજીવન થાળે પડી રહ્યું છે. એવા સંજોગોમાં જ રાત્રિના અગિયાર વાગ્યા પછી ત્રણથી ચાર ડ્રોન દેખાતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ ડ્રોન ગામ તથા જેટી ઉપર જોવા મળ્યા હતા. એ પછી સાવધાન બનેલા લોકોએ ગ્રામજનોને સચેત કરી બ્લેક આઉટ કર્યો હતો. સરકારી કંપનીઓ બ્લેક આઉટમાં સામેલ થઇ હતી. પરંતુ ખાનગી કંપનીની લાઇટો ઝગમગતી હતી. આ પછી ડ્રોનના ફોટા, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા હતા. જો કે આ બાબતે તંત્ર દ્વારા સતાવાર પુષ્ટિ થઇ નથી.