Get The App

વાઢેળાઃ ગ્રા.પં.ની ચૂંટણીમાં હારજીતના મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું, 5 ને ઈજા

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વાઢેળાઃ ગ્રા.પં.ની ચૂંટણીમાં હારજીતના મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું, 5 ને ઈજા 1 - image


- બરવાળા પોલીસમાં બન્ને પક્ષના મળી 16 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ 

- એક પક્ષના સાત શખ્સે બીજા પક્ષના ત્રણ લોકો પર હુમલો કરતાં પિતા, પુત્ર ઘાયલઃ સામાપક્ષે નવ શખ્સના હુમલામાં બે ભાઈ, પુત્રને ઈજા  

ભાવનગર : બરવાળાના વાઢેળા ગામે ગ્રા.પં.ની ચૂંટણીમાં હારજીતના મામલે બે જૂથ વચ્ચે તલવાર, ધોકા વડે ધીંગાણું ખેલાયું હતું.આ અથડામણમાં બન્ને પક્ષના મળી પાંચ લોકોને ઇજા થઈ હતી.બનાવ અંગે બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ છે. 

બરવાળાના વાઢેળા ગામે રહેતા મયુરસિંહ શાંતુભા ચુડાસમા,તેમના ભાઈ વિપુલસિંહ અને ગામમાં જ રહેતા શક્તિસિંહ સાથે બેઠા હતા ત્યાં ગ્રા.પં.ની ચૂંટણીના પરિણામમાં હારજીતનું મનદુઃખ રાખી રવિરાજસિંહ રઘુવીરસિંહ ચુડાસમા, અજયસિંહ જાડેજા (રહે.બન્ને ભાવનગર), યુવરાજસિંહ દોલુભા ચુડાસમા, ખુમાનસિંહ કેશુભા ચુડાસમા, દિલુભા બાવુભા ચુડાસમા, દિલુભા કેશુભા ચુડાસમા તથા મહેન્દ્રસિંહ માધુભા ચુડાસમા (રહે .તમામ વાઢેળા) તલવાર, લાકડી સહિતના પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા.દરમિયાનમાં મયુરસિંહના પિતા શાંતુભા આવી જતાં તમામ સાતેય હુમલાખોરોએ બન્ને ભાઈ અને પિતા પર તલવાર અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ હુમલામાં પિતા-પુત્રને ઇજા થતાં સારવારાર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.આ બનાવ અંગે મયુરસિંહે સાત શખ્સ વિરૂદ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે આ જ ગામના વતની ખુમાનસિંહ કેશુભા ચુડાસમાએ નોંધાવેલી વળતી ફરિયાદમાં નોંધાવ્યું કે, તાજેતરની ચૂંટણીની પરિણામોનું મનદુઃખ રાખી ગામમાં જ રહેતાં વિપુલસિંહ શાંતુભા ચુડાસમા,શક્તિસિંહ દિલીપસિંહ ઉર્ફે દિલાવરસિંહ ચુડાસમા,મયુરસિંહ શાંતુભા ચુડાસમા, ઉપેન્દ્રસિંહ ઉર્ફે કાનભા શાંતુભા ચુડાસમા, વિશાલસિંહ ચંદુભા ઉર્ફે રામદેવસિંહ ચુડાસમા, ભગીરથસિંહ જીતુભા ચુડાસમા,બ્રિજરાજસિંહ કરણસિંહ ચુડાસમા,પથુભા જીતુભા ચુડાસમા અને દિવ્યરાજસિંહ કરણસિંહ ચુડાસમાએ માથાકૂટ કરી લાકડાના ધોકા અને તલવાર વડે ખુમાનસિંહ, તેમના પુત્ર નિર્મળસિંહ અને ભાઈ દિલુભા પર હુમલો કરી ઈજા પહોચાડી ધમકી આપી હતી.આ હુમલામાં ત્રણેયને ઈજા પહોંચતા સારવારાથે હોસ્પિટલ ખસેડાયા હતા. 

Tags :