Get The App

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી 1 - image


Gujarat Rain Data: છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 


ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી 2 - image

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી 3 - image

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી 4 - image

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી 5 - image

આ પણ વાંચો: સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Tags :