વી.એસના સુપરિન્ટેન્ડન્ટને આજે માનવ અધિકાર પંચનુ તેડું

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ચાલતી નસગ સ્કૂલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત ન ભણાવવાના કેસમાં હ્યુમન રાઈટ કમિશન-માનવ અધિકાર પંચે સુઓ મોટ્ટો નોંધ લઈને વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને કેસમાં ખુલાસો કરવા માટે ચોથી નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અમ્યુકોના કમિશનરને પણ આ કેસમાં સ્પષ્ટતા કરવા માટે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
જોકે વિદ્યાર્થીઓને પક્ષેથી કોઈને પણ તેડું આપવામાં ન આવ્યું હોવાથી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાઈ જવાની દહેશત વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં કોઈ એન.જી.ઓ. આ પ્રકરણમાં રજૂઆત કરવા માટે આગળ આવે તેવી શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓએ આ અગાઉ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમ્યુકો કમિશનર, અમદાવાદના મેયર, અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને ફરિયાદ કરી હતી કે વી.એસ. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પારુલબહેન શિક્ષકો સામે ફરિયાદ કરી હોવાથી તેમને ધમકાવી રહ્યા છે. તેમ જ શિક્ષકો ન ભણાવતા હોવાની અને પ્રેક્ટિકલ તાલીમ માટે ન લઈ જતાં હોવાની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ વધાર્યું હતું. તેમ જ વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી નાપાસ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
વી.એસ.ની નર્સિંગ સ્કૂલમાં પાત્રતા ન ધરાવતા ઉમેદવારોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી હોવાને મુદ્દે પણ આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સહિત સહુને કરવામાં આવી હતી. નર્સ તરીકે નોકરી ચાલુ કર્યા પછી રજા લીધા વિના અમદાવાદથી બહારના વિસ્તારોમાં જઈને નોકરી માટે પાત્રતા મેળવવા અભ્યાસ કર્યા છે. નવાઈની વાત તો એ છે કે નોકરીમાં પણ હાજરી અને અભ્યાસ કર્યો તે કાલેજમાં પણ હાજરી બતાવી છે. એક જ વ્યક્તિ બે જગ્યાએ હાજર ન રહી શકે તે હકીકતને પણ જૂઠલાવવામાં આવી છે.
શિક્ષક તરીકેની ડિગ્રી સંસ્થાને છેતરીને તેમણે મેળવી છે. તેથી તેમની ડિગ્રી યોગ્ય ગણાતી નથી. આ રીતે પાત્રતા વિના નોકરી મેળવનારા શિક્ષકોમાં હેતલ પટેલ, કિંજલ પટેલ, દિશા મહાજન અને કાજલ સોનીનો સમાવેશ થાય છે. ૨૦૧૧માં થયેલી ભરતીની પ્રક્રિયામાં તેમણે સદંતર ખોટી માહિતી રજૂ કરી હતી.
દિશા મહાજનનો ૨૦૧૧માં ગાંધીનગરની સી.એમ. પટેલ ઇન્સ્ટિટયૂટમાંથી બી.એસસી. નસગનો અભ્યાસ ચાલુ હતો. આ બાબત તેમણે સંસ્થાથી છુપાડી હતી. નર્સ તરીકે સંસ્થાની રજા લીધા વિના અભ્યાસ કરી બંને જગ્યાએ હાજરી બતાવી હતી. કિંજલ પટેલે પણ આ જ રીતે વાત્રકની કાલેજ ઓફ નસગમાં બી.એસસી. નસગનો અભ્યાસ ચાલુ હતો. તેણે પણ આ હકીકત સંસ્થાથી છુપાવી હતી. તેમ જ સંસ્થામાં રજા લીા વિના અભ્યાસ કરી બંને જગ્યાએ હાજરી પૂરી હતી.
હેતલ પટેલની નિમણૂક થઈ ત્યારે ગાંીનગરની સી.એમ. પટેલ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ ચાલુ હતો.તેણે પણ આ હકીકત છુપાવી હતી. સંસ્થાની રજા લીધા વિના અભ્યાસ કર્યો હતો અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની નસગ કાલેજમાં અને ગાંધીનગરની કાલેજ બંનેમાં હાજર હોવાનું બતાવીને ગેરરીતિ આચરી હતી. કાજલ સોનીએ પણ જોઈતી બા કાલેજ ઓફ નસગમાં બી.એસસી.નો કોર્સ કર્યો હતો. તેમણે આ હકીકત છુપાડી હતી. આ ગેરરીતિ સામે અધિકારીઓ દ્વારા અત્યારે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેમની સામે કરવામાં આવેલી ફરિયાદને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી.








