Get The App

સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે 1 - image


Uttarayan Safety Alert: ઉત્તરાયણનો તહેવાર હવે ગણતરીના કલાકોમાં જ શરુ થઈ રહ્યો છે, ત્યારે પતંગરસિયા માટે સુરક્ષાના નિયમો જાણવા અત્યંત જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને GSDMA દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, આ વર્ષે ઉત્તરાયણમાં જાન-માલનું નુકસાન ટાળવા માટે ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.

સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે 2 - image

ઉત્તરાયણ પર તમારી સુરક્ષા માટે આ નિયમોનું પાલન કરો

શહેરમાં ઠેર-ઠેર 10,000 જેટલા જાગૃતિ પોસ્ટરો લગાવીને નાગરિકોને શું કરવું અને શું ન કરવું તેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

• પક્ષીઓના રક્ષણ માટે વહેલી સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા વિનંતી છે. આ સમયે પક્ષીઓની અવરજવર વધુ હોય છે.

• જીવલેણ ચાઇનીઝ દોરી કે કાચ પામેલા સિન્થેટિક માંજાનો ઉપયોગ ટાળવો. તે પક્ષીઓ અને ટુ-વ્હીલર ચાલકો માટે મોતનો ફાંસો સાબિત થઈ શકે છે.

• જર્જરિત મકાનો કે સુરક્ષા દીવાલ (પેરાપેટ) વગરની જોખમી છતો પર પતંગ ન ઉડાવો. બને ત્યાં સુધી ખુલ્લા મેદાનનો ઉપયોગ કરવો હિતાવહ છે.

• પતંગ ઉડાવતી વખતે કે અગાસી પર બાળકો પર સતત દેખરેખ રાખવી.

• રસ્તા પર દોડીને કે વાહનોની વચ્ચે પતંગ પકડવાના પ્રયાસો અકસ્માતને નોતરે છે.

• ગળામાં સ્કાર્ફ બાંધવો અથવા વાહન પર ગાર્ડ લગાવવું જેથી દોરીથી ગળું ન કપાય.

• તમારી સાથે અગાસી પર હંમેશા એક 'ફર્સ્ટ એડ કીટ' તૈયાર રાખો.

આ પણ વાંચો: કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું

સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે 3 - image

ઈમરજન્સી સમયે ક્યાં સંપર્ક કરવો?

જો ઉત્તરાયણ દરમિયાન કોઈ દુર્ઘટના બને અથવા કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય, તો સમય બગાડ્યા વગર 112/108 અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર (કરુણા અભિયાન) 1962 નંબરો પર કોલ કરવો.

જાગૃતિ અભિયાનની વ્યાપકતા

શહેરના તમામ ફાયર સ્ટેશન, સિવિલ ડિફેન્સ, સરકારી શાળાઓ અને હૉસ્પિટલોમાં આ સુરક્ષા સ્ટીકરો લગાડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડ પણ એલર્ટ મોડ પર છે. તંત્રનો ઉદ્દેશ્ય છે કે લોકો આનંદ સાથે તહેવાર ઉજવે પરંતુ કોઈના જીવ પર જોખમ ન આવે.

સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે 4 - image