Get The App

જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ 1 - image

ગુજરાતનાં ૩૦ ટકા પરિવાર પાસે પોતાની સાયકલ

ભાવનગર શહેરમાં અંદાજીત ૪૫થી ૫૦ હજાર સાયકલ, લાખોના ખર્ચે સાયકલ ટ્રેક બનાવાયો પરંતુ પ્લાનીંગના અભાવે દબાણનું અતિક્રમણ

ભાવનગર૩ જુન એટલે વિશ્વ સાયકલ દિવસ એક સમયે માન-મોભાનું સાધન એવી સાયકલ સમય જતા જરૃરિયાત અને મજબુરીનું સાધન બની હતી પરંતુ હાલના સમયમાં આ સાયકલ સ્વાસ્થ્ય જાળવણી અને સોખનું સાધન રહ્યું છે. ભારતમાં ૫૦ ટકા ગુજરાતમાં ૩૦ ટકા પરિવાર પાસે અને ભાવનગરમાં ૫૦ હજાર સાયકલ હોવાનો અંદાજ છે.

સાયકલનો ઉપયોગ બેભાગમાં વહેંચી શકાય દાહોદ, સુરત, પંચમહાલના ઔદ્યોગિક વિસ્તારોમાં જરૃરિયાત અને મજબુરીનું સાધન છે. સાયકલ જ્યારે ભાવનગર, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં સ્વાસ્થય અને શોખનો વિષય બનેલો છે. ભારતમાં સૌથી વધુ સાયકલ ધરાવતા રાજ્યમાં પશ્ચિમ બંગાળ ૭૮.૯ ટકા છે ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને ઓડીશા આવે છે. ગુજરાતમાં ૨૯.૯ ટકા પરિવાર પાસે સાયકલ છે. ભાવનગરની વાત કરીએ તો શહેરમાં અંદાજીત ૪૫થી ૫૦ હજાર સાયકલનો અંદાજ છે. અગાઉ લાખોના ખર્ચે સાયકલ ટ્રેક બનાવાયો હતો. પરંતુ નક્કર પ્લાનિંગના અભાવે દબાણનું અતિક્રમણ થયું છે. ભાવનગરમાં ૧૫થી ૨૦ કિમીનો સાયકલ ટ્રેક મુખ્ય લોકેશન પર સાયકલ પાર્કિંગ, પે એન્ડ યુઝ સાયકલ સર્વિસ સ્ટેન્ડની પણ જરૃરિયાત સંતોષાતી નથી. સાયકલીંગએ શ્રેષ્ઠ એરોબિક કસરત છે. નિયમિત પેડલિંગ હૃદયના સ્નાયુઓનું મજબુત કે છે. રક્ત પરિભ્રમણ સુધારે છે અને હાર્ટ એટેક કે સ્ટોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. સાયકલીંગમાં શરીરનું મુખ્ય વજન સીટ પર રહે છે. જેથી સાંધાના ઘસારા કે ઈજાના જોખમ વિના શારીરિક શ્રમ કરી શકાય છે. હાલ પેટ્રોલ-ડિઝલની મોંઘવારી વચ્ચે ઘણા લોકો સાયકલ તરફ પરત ફરી રહ્યા છે.

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે શહેરમાં ૧૫ કિમી રાઈડનું આયોજન

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૃપે ભાવનગર સાયકલ કલબદ્વારા તા. ૭ જુનના રોજ ફિટ ીન્ડિયા મુમેન્ટ અંતર્ગત શહેરમાં ૧૫ કિલોમીટરની વિશિષ્ટ અને પ્રેરણાદાયક સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર સાયકલ કલબનાં ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સાયકલ રાઈડ માટેનો રિપોર્ટિંગ સમય સવારે ૬.૧૦ વાગ્યે વેલેન્ટાઈન સર્કલ ખાતે રાખવામાં આવ્યો છે. જે ઝાંઝરીયા હનુમાન મંદિરે પુર્ણ થશે ભાગ લેવા રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રાીડમાં ભાગ લેનાર તમામ સાયકલિસ્ટોને સ્મૃતિચિહ્નરૃપે મેડલ તેમજ ઈ-પ્રમામપત્ર અર્પણ કરવામાં આવશે.

નેધરલેન્ડમાં લોકોની કુલ વસ્તી કરતા સાયકલોની સંખ્યા વધુ

નેધરલેન્ડસમાં લોકોની કુલ વસતી કરતા પણ સાયકલોની સંખ્યા વધારે છે. સરેરાશ દરેક નાગરિક પાસે એક કરતા વધુ સાયકલ છે. સાયકલિંગ કેપિટલ નેધરલેન્ડસની રાજધાની એમ્સ્ટરડેમને વિશ્વની સાયકલિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં છે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટરકચર આ દેશમાં સાયકલ ચલાવવા માટે અલગથી ખૂબ જ સુરક્ષિત રસ્તાઓ પાર્કિંગની સુવિધાઓ અને ખાસ ટ્રાફિક સિગ્નલો બનાવેલા છે, જેથી સાયકલ સવારો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. ત્યાં અમીરથી માંડી ગરીબ બધા સરકા છે એટલે મોટાભાગના લોકો રોજિંદા કામકાજ, શાળા-કોલેજ કે ઓફિસ ેજવા માટે કાર કે બાઈકને બદલે સાયકલનો જ મુખ્યત્વે ઉપયોગ કરે છે.