વડોદરા કોર્પોરેશનમાં સરકારની ગ્રાન્ટના બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2024-25 રાજ્ય સરકારની, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત યોજના હેઠળ ગ્રાન્ટના બાકી રહેલા કામો અંગે રીવ્યુ બેઠક યોજાઇ હતી. આશરે 400 કરોડના રોડ, પાણી ,ગટર, સોલિડ વેસ્ટ, ગાર્ડન વગેરેના કામો બાકી છે. કેટલાક કામો અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત કરવામાં આવી છે.
કેટલાક કામો અંદાજ તૈયાર કરીને ટેન્ડર મંગાવ્યા બાદ બે ત્રણ વખત પ્રયાસ કરવા છતાં પણ કોઈ તૈયાર ન થતા ઓફર મંગાવીને પણ કામ ઝડપથી કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારમાં પણ ગ્રાન્ટના કામો ઝડપથી પૂર્ણ કરવા રિવ્યુ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી. ઘણા કામો ત્રણ વર્ષનો સમય માંગી લે તેવા હોવાથી આવા કામો પૂર્ણ કરવામાં વિલંબ નહીં કરવા બેઠકમાં અધિકારીઓને કમિશનરે સૂચના આપી છે.









