છત્રાલ પાસેની ફેક્ટરીમાંથી ખેડૂતો માટે વપરાતું યુરિયા ખાતર ઝડપાયું
યુરિયા ખાતરનો ઉપયોગ લેમીનેટ સીટ બનાવવા થતો હતો
પોલીસે યુરિયા ખાતર તેમજ મોબાઇલ અને એક પીકઅપ ડાલુ મળીને કુલ રૃ.૩,૭૪,૩૨૫નો મુદ્દા માલ જપ્ત કર્યો
કલોલ : કલોલના છત્રાલ પાસે આવેલ એક ફેક્ટરીમાં ખેડૂતોને આપવામાં આવતા નિમકોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને અહીંથી ખેડૂતોને આપવામાં આવતો યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરી ત્રણ જણા સામે ફરિયાદ દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ મથકના જવાનો
પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને માહિતી મળી હતી કે કલોલ પાસેના છત્રાલ ગામે કડી
રોડ પર આવેલ સલાસર લેમિનેટ્સ લિમિટેડ નામની કંપનીમાં સરકાર તરફથી ખેડૂતોને આપવામાં
આવતું રાહત દર નું યુરિયા ખાતરનો જથ્થો લાવીને લેમિનેટેડ સીટો બનાવવામાં તેનો
ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં તે પ્રવૃત્તિ ચાલુ છે તે માહિતીના આધારે
પોલીસે દરોડો પાડયો હતો ત્યારે ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક પીકઅપ ડાલુ ઉભું હતું
અને આ પીકઅપ ડાલોમાંથી યુરિયા ખાતરની બેગો ઉતારવામાં આવી રહી હતી આ બેગો ખેડૂતોને
આપવામાં આવતી યુરિયા ખાતરની બેગો હતી કે જે ફક્ત ખેતીમાં જ ઉપયોગ કરી શકાય તે
યુરિયા ખાતરની બેગો ફેક્ટરીમાં લાવવામાં આવી હતી જેથી પોલીસે પીકઅપ ડાલાના ચાલક
વીરાજી પરબતજી ઠાકોરને ઝડપી લીધો હતો તેમજ કંપનીના માણસ બ્રિજેશ પ્રવીણભાઈ લાલકિયા
રહે ૪૨ સ્થાપત્ય બંગલો પંચવટી વિસ્તાર કલોલ ને ઝડપી લેવામાં આવ્યો હતો અને પોલીસે
બ્રિજેશ ની પૂછતા જ કરતા તેણે જણાવેલ કે સલાસર કંપનીના માલિક વિકાસભાઈ વિજયભાઈ
નાઉના કહેવાથી માણસા ખાતેથી પ્રવિણસિંહ પાસેથી ૫૦ થેલી નીમકોટેડ યુરિયાની આવેલ
હોવાનું પોલીસને જણાવ્યું હતું પોલીસે સ્થળ કપડાના માંથી નીમપોટેડ યુરિયા ખાતરની
૫૦ બેગો અને કંપનીની અંદર તલાસી લેતા બીજી ૨૦ બેગો મળી આવી હતી પોલીસે કંપનીના
મેનેજર અમરનાથ વાસુદેવ ત્રિપાઠી અને તેના મળતીયા માણસ બ્રિજેશ પ્રવીણભાઈ લાલકીયા
તથા પીકપ ડાલુના ચાલક વીરાજી પરબતજી ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો પોલીસે
યુરિયાની બેગો તથા પીકપ ડાલુ અને મોબાઈલ મળીને કુલ રૃપિયા ૩,૭૪,૩૨૫ નો મુદ્દા
માલ જપ્ત કર્યો હતો પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી છે.