Gujarat

વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઇટને રૂ. 1.23 કરોડથી વધુનો દંડ

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઇટને રૂ. 1.23 કરોડથી વધુનો દંડ
AI IMAGE

Construction Sites Fine : શિયાળાની શરુઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ ઍલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

પ્રદૂષણ અટકાવવા બાંધકામ સાઇટનું ઇન્સ્પેક્શન કરવાનો આદેશ

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશ્નરો અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશ્નરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને હવા પ્રદૂષણને અટકાવવા અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઇટનું ઇન્સ્પેક્શન કરીને પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી હતી. 

ત્રણ જ દિવસમાં 2,600થી વધુ સાઇટનું ઇન્સ્પેક્શન પૂર્ણ

બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઇટ ઇન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન મહાનગરોમાં બાંધકામ ચાલુ હોય તેવી કુલ 2,961 સાઇટ પૈકી માત્ર ત્રણ જ દિવસમાં 2,600થી વધુ સાઇટનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં જૂની 08 મહાનગરપાલિકાની કુલ 1,563 સાઇટ પૈકી 1,303 સાઇટ તેમજ નવી 09 મહાનગરપાલિકાની કુલ 1,398 સાઇટ પૈકી 1,300 સાઇટનું ઇન્સ્પેકશન પૂર્ણ થયું છે. વધુમાં, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી હેઠળની નગરપાલિકાઓમાં પણ કુલ 771 સાઇટ પૈકી તમામ સાઇટનું ઇન્સ્પેકશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઇન્સ્પેકશન દરમિયાન જૂની 08 મહાનગરપાલિકાની 506 સાઇટને દંડ કરીને રૂ. 122.82 લાખ પેનલ્ટી તેમજ નવી 09 મહાનગરપાલિકાની 35 સાઇટને દંડ કરીને રૂ. 1.058 લાખ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે. હાલમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા દૈનિક ધોરણે ઉપરોક્ત બાબતે સમીક્ષા તથા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.