Gujarat

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા

By GS TEAM
25 Mar 20261 min read
મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા

ડેપ્યુટી કલેક્ટરની દરખાસ્ત પર ડીડીઓની કાર્યવાહી

આસુન્દ્રાળી ગામમાં ચોટીલા ડે. કલેકટરના દરોડામાં ગેરકાયદે કાર્બોસેલનું ખનનમાં ઉપરસંપનું નામ ખુલ્યું હતું

સુરેન્દ્રનગરચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ગત ઓગસ્ટ ૨૦૨૫માં મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સીમમાં સરકારી તેમજ ખાનગી માલિકીની જમીનમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું.

દરોડા સમયે સ્થળ પર થી રેઇડ દરમિયાન ૦૧ ટ્રેકટર, ૦૨ કમ્પ્રેસર, ૪૦ મેટ્રીક ટન કાર્બોસેલ (કોલસો) તથા ૦૪ ચરખી મળી કુલ રૃ.૧૧ લાખનો ગેરકાયદેસર મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં વધુ તપાસ દરમિયાન આ ગેરકાયદેસર ખનીજ ચોરી ભવાનીગઢ ગામના ઉ૫સરપંચ રતાભાઇ વિરાભાઇ જોગરાણા દ્રારા કરવામાં આવતી હોવાનુ ઘ્યાને આવતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા ઉ૫સરપંચને હોદા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવા જીલ્લા વિકાસ અઘિકારીને દરખાસ્ત કરતા જિલ્લા વિકાસ અઘિકારી કે.એસ. યાજ્ઞિાક દ્વારા ગત તા.૧૮ માર્ચ ૨૦૨૬ ના રોજ ભવાનીગઢ ગામના ઉપસરપંચને હોદા પર થી દૂર કરવાનો હુકમ કર્યો છે.