Get The App

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ, બજેટ બહુમતીના જોરે મંજૂર

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ, બજેટ બહુમતીના જોરે મંજૂર 1 - image

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં સભ્યોને બોલવા માટેની સમય મર્યાદા નક્કી કરવાના મુદ્દે કોંગ્રેસ-ભાજપના સભ્યો આમને સામને આવી જતા હોબાળો સર્જાતા મેયર પિન્કીબેન સોનીએ કોંગ્રેસના સાત સભ્યોને સસ્પેન્ડ કરી દઈ બજેટ બહુમતીના જોડે મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સેક્રેટરી ચિંતન દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે સાત સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બજેટ મંજૂર કર્યું છે જે સર્વાનુમતે મતે મંજૂર થયું ગણાય જેને કારણે વિવાદ સર્જાયો છે. 

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 202627 નું ડ્રાફ્ટ અંદાજપત્ર ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂ કર્યું હતું. તે બાદ ગઈકાલે કોંગ્રેસ ભાજપના સભ્યોએ રજૂઆત કરી હતી અને બજેટ અંગેના સૂચનો કર્યા હતા. ત્યારબાદ આજે બીજા દિવસે સવારે કોંગ્રેસના મહિલા સભ્યએ બજેટ અંગે રજૂઆત કરી હતી પરંતુ તે સમયે પણ કડાકીય માહિતી અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને પુષ્પાબેન વાઘેલા વચ્ચે તું તું મેં મેં થઈ હતી.

 કોંગ્રેસના સભ્ય પુષ્પાબેન વાઘેલા સતત બે કલાક સુધી તેમનું પ્રવચન ચાલુ રાખતા કેટલાક ભાજપના સભ્યોએ દરેકના માટે બોલવા માટેની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ તેવી માંગણી શરૂ કરવામાં આવતા કોંગ્રેસ ભાજપના સભ્યો વચ્ચે હોબાળો સર્જાયો હતો. સતત 15-20 મિનિટ સુધી હોબાળો  ચાલુ રહેતા મેયર પિન્કીબેન સોનીએ કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થું અને તેમના સાથી સાત કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

 બજેટ બેઠક દરમિયાન બોલવા અંગેની સમય મર્યાદા વિશે હોબાળો સર્જાતા બેઠક મુલતવી કરતા પૂર્વે મેયર એ બજેટ બેઠકમાં રજુ થયેલા અંદાજપત્રને બહુમતીના જોરે મંજૂર કરી દેવામાં આવ્યું હતું.