વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લોક બદલવાની માગ

Vadodara : વડોદરાના વોર્ડ નં.14માં નવી ડ્રેનેજ લાઇન તથા પાણી-ડ્રેનેજ મિશ્રણ અને પેવર બ્લોક સમસ્યાઓ અંગે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા મ્યુનિસપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જે અંગે ફારૂક સોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વોર્ડ નં.14ના રાજપુરા પોળ મસ્જિદ, દોસુમિયા મસ્જિદ તથા કુવાતે ઇસ્લામ મસ્જિદ નજીક તાત્કાલિક નવી ડ્રેનેજ લાઇનની જરૂરિયાત છે.
હાલની ડ્રેનેજ વ્યવસ્થા અત્યંત અપર્યાપ્ત છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થઈ રહ્યું છે, જેને કારણે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. વિસ્તારના પેવર બ્લોક અવ્યવસ્થિત અને તૂટેલા છે, જેનાથી લોકોની અવરજવર મુશ્કેલ બની રહી છે. પાલિકા દ્વારા સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ કરી નવી ડ્રેનેજ લાઇન બિછાવવાની તેમજ પેવર બ્લોકની નાખવાની જરૂરિયાત છે.

