પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીરા બ્રિજના ઇજાગ્રસ્તોની સારવાર મુદ્દે હોબાળો : સુપ્રિટેન્ડેન્ટ જવાબદારીથી છટકવા ચાલતી પકડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : File image
Vadodara : વડોદરા નજીક પાદરાથી આણંદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડવાના કિસ્સામાં ઇજાગ્રસ્તોને પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર અંગે કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટને ગ્રામજનોએ ઘેરી લઈને સારવાર બાબતે પૂછપરછ કરવા રોકતા તેઓ જવાબદારીથી બચવા છટકીને નાટકીય રીતે રવાના થઈ જતા લોકો ગુસ્સે ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે પાદરા આણંદ વચ્ચે આવેલી મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ બે દિવસ અગાઉ તૂટી મળ્યો હતો પરિણામે નદીમાં અનેક વાહનો તણાયા હતા અને લોકો પણ ડૂબ્યા હતા. જેમાં કુલ મળીને 19 વ્યક્તિઓના કરુણ મોત સહિત અનેકને ઈજાઓ પણ થઈ હતી. આ તમામ ઈજાગ્રસ્તોને પાદરાના સામુહિક કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા ઇજાગ્રસ્તો અંગે પરિવારજનો સહિત ગ્રામજનોએ મળીને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનીષ રોહિતને ઘેર્યા હતા. સારવાર બાબતે તેમને પૂછપરછ માટે લોકોએ સવાલો કર્યા હતા પરંતુ જવાબદારીમાંથી છટકવાના ઈરાદે સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનીષ રોહિતને રોકીને સવાલોનો મારો શરૂ કર્યો હતો ત્યારે પોતાની જવાબદારીમાંથી છટકવા ડો.મનીષ રોહિત પોતાની જગ્યાએથી રવાના થઈ ગયા હતા. પરંતુ તેમને રોકીને લોકોએ સવાલોનો મારો કર્યો હતો. પરંતુ તેમણે કોઈપણ સવાલના જવાબ આપ્યા વિના ચાલતી પકડી હતી.








