વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો

Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા એવા મોલના કર્મચારી દ્વારા મોલમાં આવેલી યુવતી સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. જેથી યુવતીએ આ કર્મચારીએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ માંજલપુર પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે માંજલપુરના ઈવા મોલ ખાતે ગત ગઈકાલે 13 ઓક્ટોબર ના રોજ રાત્રિના 9 થી 10:00 વાગ્યામાં એક યુવતી ગઈ હતી. વોશરૂમમાંથી આ યુવતી બહાર આવી હતી ત્યારે આ મોલમાં કામ કરતા પારસ નામના કર્મચારીએ યુવતી સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. તેના પગલે યુવતીએ તેના સગા સંબંધીઓ સહિત સમાજના લોકોને બોલાવી લેતા આ લોકોએ ઈવા મોલના કર્મચારીનો પુત્ર લીધા બાદ મોલના મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી હતી. દરમિયાન સમાજના લોકોએ પોલીસને બોલાવી લેતા માંજલપુર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પોલીસે પારસ નામના યુવક સામે પોક્સો એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ કરી હતી.