Gujarat

વડોદરાના તાંદળજામાં રોડ રસ્તાનું કામ પૂરું થયા બાદ પણ વોર્ડ નં.10 દૂષિત પાણી આવતું હોવાથી હોબાળો

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા ખાતે વોર્ડ નંબર 10માં આવેલા બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં વારંવાર પીવાના પાણી સાથે ગંદા પાણી એકત્ર થઈને આવતા હોવાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના તાંદળજામાં રોડ રસ્તાનું કામ પૂરું થયા બાદ પણ વોર્ડ નં.10 દૂષિત પાણી આવતું હોવાથી હોબાળો

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા ખાતે વોર્ડ નંબર 10માં આવેલા બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં વારંવાર પીવાના પાણી સાથે ગંદા પાણી એકત્ર થઈને આવતા હોવાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને દૂષિત પાણીના કારણે ઘરે-ઘરે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી ગભરાઈ રહ્યા છે. સ્થાનિક લેવલે વોર્ડ કચેરીએ જણાવવા છતાં કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં મ્યુનિ. કમિશનરને રજૂઆત કરાશે. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદળજાના વોર્ડ નંબર 10 માં હાલ ડ્રેનેજ લાઈનનું કામકાજ પૂરું થઈ ગયું હોવા છતાં પણ પીવાના પાણી સાથે ગંદા પાણી મિશ્રિત થઈને આવતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રોડ રસ્તાનું કામકાજ પૂરું થયું છે. છતાં પણ ગંદા પાણી નો ઉકેલ આવ્યો નથી. સ્થાનિક રહીશોમાં ગટરના મિશ્રિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી ફફડી રહ્યા છે. સ્થાનિક લેવલે વોર્ડ કચેરીએ આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ફળદાયી પરિણામ આવ્યું નહીં હોવાના પણ આક્ષેપો થયા છે. આગામી દિવસોમાં પીવાનું ચોખ્ખું પાણી નહીં મળે તો પાલિકા મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે.