Get The App

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો 1 - image

Vadodara Smart Meter : એમજીવીસીએલ કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવા અંગે તંત્ર દ્વારા દબાણ કરાઈ રહ્યા ગંભીર આક્ષેપ થયા છે. ઉલ્લેખનીય છે કે આમ શહેરમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાનું ભૂત ફરી એકવાર ધુણતા સ્થાનિકોમાં રોજ પ્રવર્તી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર જબરદસ્તીથી લગાવી દેવાતા સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારબાદ ભારે હોબાળો મચતા તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન દંતેશ્વર વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવીને હાલના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢી લેવાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે, અને જણાવ્યું છે કે આવનારા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કપાઈ જશે." આ ચીમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પરિવારો, વૃદ્ધો અને મહિલાઓ સહિત દરેકને ભયનો માહોલ છે. કારણ કે લાઇટ કનેક્શન કપાઈ જશે એવી ધમકી પછી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સરકાર તરફથી ચાલે છે, ત્યાં દબાણ, ચીમકી અને કનેક્શન કાપવાની ધમકી કેટલે આવશે યોગ્ય છે? એવા પ્રશ્નો લોકો દ્વારા ઉઠવા લાગ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે વીજ નિગમ તરફથી કોઈ સત્તાવાર નોટીસ કે લેખિત સૂચના વગર આવી ચીમકી આપવામાં આવી રહી છે. આ મામલે જવાબદારી કોની અને આ વર્તન યોગ્ય છે કે નહીં – તે અંગે લોકો જવાબ માગી રહ્યા છે. ભવ્ય દર્શન ફ્લેટમાં હાલ સ્થળ પર માહોલ ગરમ છે અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની તૈયારીમાં છે. સ્માર્ટ વીજ મીટર નહિ લગાવો તો કનેક્શન કપાઈ જવાની ચીમકીથી સ્થાનિકો વિફર્યા હતા.