વડોદરાના શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર WTP ખાતે અપગ્રેડેશનની કામગીરી કરાશે

Vadodara : વડોદરા પાલિકાના પાણી પુરવઠા (ઇલે./મિકે.) શાખા હસ્તકના શેરખી ઇન્ટેકવેલ ખાતેની હયાત ઇલે./મિકે./ઈન્સ્ટ્રુમેન્ટેશન મશીનરી અપગ્રેડેશન લગત કામગીરી (ટકાના ભાવે) અર્થે લોએસ્ટ ઇજારદાર મે.રિદ્ધિ એન્જિયર્સના ખાતાના અંદાજ રકમ રૂ.6,05,81,414 (+GST)થી 1.55% ઓછા મુજબ રકમ રૂ.5,96,42,402.08 (+GST)ના ભાવપત્રને ખાતાની શરતો સહ ગ્રાહ્ય રાખી કામગીરી કરાવવાની તેમજ કામના સલાહકાર મે.રાય ઇન્ફ્રા પ્રા. લી.ના ચુકવણા અર્થે થનાર ખર્ચ રકમ રૂ.6,37,391 ને જાણમાં લઇ તેને મંજુરી આપવા મ્યુનિસિપલ કમિશ્નર તરફથી સ્થાયી સમિતિ સમક્ષ ભલામણ આવી છે.
તેવી જ રીતે, પાણી પુરવઠા શાખા હસ્તકના ખાનપુર વોટર ટ્રીટમેન્ટ ખાતેની ઈન્સ્ટ્રુમેન્ટેશન તથા સ્કાડા સિસ્ટમના નવીનીકરણ તથા પુનરુત્થાનના કામે ઇજારદાર મે. મોર્ડન પાવર સર્વિસીસના ખાતાના અંદાજ રૂ.1,69,17,955 (+GST)થી 7.43% ઓછાના ભાવે રૂ.1,56,60,951 (+GST)ના બીનશરતીય ભાવપત્રને ખાતાની શરતો સહ ગ્રાહ્ય રાખવાની કમિશ્નર તરફથી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

