Get The App

VIDEO : અમદાવાદમાં ધોધમાર 'કમોસમી' વરસાદ, અંડરબ્રિજ ડૂબ્યાં, વાહન વ્યવહાર ઠપ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : અમદાવાદમાં ધોધમાર 'કમોસમી'  વરસાદ, અંડરબ્રિજ ડૂબ્યાં, વાહન વ્યવહાર ઠપ 1 - image

Ahmedabad Rain News |  એકબાજુ ભારતને પાકિસ્તાન પર મોડી રાતે એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ ભારતમાં કમોસમી વરસાદે રમઝટ બોલાવી છે. મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને ઊભો પાક નાશ પામવાનો ડર ઊભો થયો છે. 

VIDEO : અમદાવાદમાં ધોધમાર 'કમોસમી'  વરસાદ, અંડરબ્રિજ ડૂબ્યાં, વાહન વ્યવહાર ઠપ 2 - image

અનેક અંડરબ્રિજ ડૂબ્યાં

અત્યાર સુધીની માહિતી અનુસાર મકરબા અંડરબ્રિજ લગભગ આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે. સવારના લગભગ 8 વાગ્યે પણ સાંજનો સમય હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ઉનાળાના આ સમયમાં પણ સૂર્યોદય જોવો લગભગ દુર્લભ થઈ ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અનેક અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ઓફિસો જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


પૂર્વ અમદાવાદમાં જુઓ ક્યાં ક્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ 

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મધરાતે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ અમદાવાદની વાત કરીએ તો કાળુપુર, દરિયાપુર, મણિનગર, ખોખરા, ઈસનપુર, અસારવા, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, વટવા, દાણીલીમડા, નારોલ, બહેરામપુરા, સૈજપુર બોઘા, રામોલમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 

પશ્ચિમ અમદાવાદમાં પણ હાલત ખરાબ 

જ્યારે પશ્ચિમ અમદાવાદમાં પાલડી, નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, નવા વાડજ, થલતેજ, જોધપુર, સિંધુ ભવન, એસ.જી. હાઈવે, મકરબા, સી. જી. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અનેક સ્થળોએ ગટરો પણ ઊભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક કાર અને ટુ વ્હિલર રસ્તામાં ઠપ થઈ જતા ઓફિસે જનારા કે કામકાજથી નીકળનારા લોકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. 

Tags :