Get The App

સુરતમાં કમોસમી વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં કમોસમી વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી 1 - image


Surat Rain and Weather News : સુરતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આજે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. 

સુરતમાં કમોસમી વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી 2 - image

સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરિંગ પણ થઈ રહ્યું છે. પરંતુ અચાનક તુટી પડેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામા આવતો હતો. પરંતુ મોરા ભાગળ ચાર રસ્તા, ડભોલી હરી દર્શન ખાંચો સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. 

સુરતમાં કમોસમી વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી 3 - image

કમૌસમી વરસાદે પાલિકાન પ્રિમોન્સુન કામગીરી સામે પર્શ્નો ઉભા કર્યા છે આજે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તેના પરથી પાઠ ભણીને પાલિકા કામગીરી કરે તો આગામી ચોમાસામાંથી સુરતને વરસાદી પાણીના આફતમાંથી બચાવી શકાય છે તેવી વાત લોકો કરી રહ્યાં છે. 

Tags :