Get The App

લખતરમાં 3 દિવસના વિરામ બાદ કમોસમી વરસાદ ખાબક્યો

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
લખતરમાં 3 દિવસના વિરામ બાદ કમોસમી વરસાદ ખાબક્યો 1 - image


સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો

અસહ્ય ગરમી બાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઃ ઉભા મોલને નુકસાન થવાની શક્યતા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના અમુક તાલુકાઓમાં કમૌસમી વરસાદી ઝરમરથી લઈ ઝાપટા નોંધાયા હતા. જેમાં લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમા પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દિવસભર અસહ્ય ગરમીના ઉકળાટ બાદ લખતર શહેર તેમજ તાલુકાના ઓળક, છારદ, કડુ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવતા પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસયો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જેને લઈને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. લખતર તાલુકામા હાલ ખેડૂતોના ખેતરોમાં લીલી જુવાર, ઉનાળુ તલ, ડાંગર સહિતના પાકો ઉભા છે. ત્યારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ઉભા મોલને નુકસાન થવાની શક્યતાઓ સામે આવી હતી જેને પગલે ખડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.


Tags :