ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ

Rainfall In Gujarat : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગુરુવારે (30 ઑક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 158 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
158 તાલુકામાં કમોસમી વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભરુચના હાંસોટમાં 2.48 ઇંચ, ભાવનગરના તળાજામાં 2.44 ઇંચ, ડાંગના સુબિરમાં 2.32 ઇંચ, સુરતના મહુવામાં અને ગાંધીનગરમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ક્યાં-ક્યાં માવઠું?





