Gujarat

ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

By GS TEAM
22 May 20261 min read
ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

કાલે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે

મહત્તમ તાપમાનમાં ૨.૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત

ભાવનગરઉનાળાના અંતિમ તબક્કામાં માવઠાંના વાદળો ઘેરાયા છે. શનિવારે ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

શહેરમાં આજે ગુરૃવારે મહત્તમ તાપમાન ૨.૩ ડિગ્રી ઘટીને ૩૭.૯ ડિગ્રીએ પહોંચી જતાં તેમજ ૨૪ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે લોકોને આકરી ગરમીમાં રાહત મળી હતી. શહેરનું મહત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી નીચું નોંધાયું હતું. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ભાવનગર જિલ્લામાં તા.૨૩-૫ને શનિવારે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે.