Get The App

ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો 1 - image


Unseasonal rain in Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં આજે(1 નવેમ્બર) સાંજે 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

106 તાલુકામાં કમોસમી વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના ધંધુકામાં 2.48 ઇંચ, પોરબંદરમાં 2.2 ઇંચ, રાજકોટના લોધીકામાં 1.61 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 1.34 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: VIDEO: 5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

જ્યારે ભરુચના જાંબુસર, ડાંગના આહવા, બોટાદના ગઢડા, રાણપુર, બરવાળા, રાજોકટ, ભાવનગરના વલ્લભીપુર, પાલીતાણા સહિત 99 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો 2 - imageગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો 3 - imageગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો 4 - image

Tags :