આવતીકાલે ગુજરાતના 15થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Rain Forecast Gujarat : ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આવતીકાલ મંગળવાર સુધી વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય
4 નવેમ્બરની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.


