Get The App

વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2052 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2052 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો 1 - image

Vadodara Liquor Smuglling : વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. 

ફાજલપુર તરફ દારૂનો મોટો જથ્થો સપ્લાય થનાર હોવાની વિગતોને પગલે નંદેસરી પોલીસની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન રજીસ્ટ્રેશન વગરના નવા જ ટેમ્પાનું ચેકિંગ કરતા અંદરથી બિયરના 1392 ટીન અને વિદેશી શરાબની 660 બોટલ મળી કુલ રુ 5.90 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પામાંથી સંજય મનુભાઈ પરમાર (દેહમી ગામે બહેનના ઘેર,બોરસદ મૂળ ઓડ ગામ આણંદ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.13.95 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના સપ્લાય કરનારની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે. દારૂનો જથ્થો દેહમી ગામના મહેશ વિનોદભાઈ ગોહિલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.