વડસર, લાલબાગ, ફતેગંજ પૂલ પરથી બિનજરૃરી વજન હટાવ્યું
૪૬૯૩ મેટ્રિક ટન ડેડવેટનો જથ્થો હતો
વડોદરા, વડોદરાના વડસર, લાલબાગ અને ફતેગંજ પૂલ પર બિનજરૃરી લોડ વધારતા ડામરના રોડા સહિતનું મટિરિયલ્સ હટાવી દેવાયું હતું. આવું આશરે ૪૬૯૩ મેટ્રિક ટન ડેડવેટ દૂર કરાયું હતુ.
કોર્પોરેશને ૪૩માંથી ૪૧ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ પરિવહન માટે તે સલામત ગણાવ્યા છે. શહેરમાં હાલ સમા એબેકસ, વાસણા, ભાયલી, ખોડિયારનગર, સરદાર એસ્ટેટ તથા વૃંદાવન ચોકડી એમ ૬ બ્રિજની કામગીરી ચાલુ છે.
જેમાં બ્રિજના સાઇડ સર્વિસ રોડ પર ચોમાસા દરમિયાન પડેલા ખાડાનું રિપેરિંગ કરવાનું ચાલુ કરાયું છે.
મ્યુનિ. કમિશનરે શક્ય હોય ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન તમામ વિસ્તારની ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.