Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ 1 - image


હરખની હેલીઃ સારો વરસાદ થતા ખેડૂતો વાવણી કાર્યમાં લાગ્યા, આગોતરા વાવેતરને થયો ફાયદો

સોમવાર સાંજથી મંગળવાર બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં ચોટીલા ૮.૫ ઈંચ, ચુડા ૦૮ ઈંચ, સાયલા ૧૦ ઈંચ, મુળી ૯ ઈંચ, થાન ૦૮ ઈંચ, વઢવાણ-ધ્રાંગધ્રા-લીંબડી-લખતર-દસાડામાં ૧.૫થી ૨.૫ ઈંચ વરસાદ પડયો ઃ ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયા

સુરેન્દ્રનગર -  હવામાન વિભાગની આગાહીને ૫ગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સોમવારના મોડીસાંજથી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત તમામ તાલુકાઓમાં નોંધપાત્ર અને ચોમાસાની સીઝનનો સારો વરસાદ ખાબકતા શહેરીજનો સહિત ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સોમવારે મોડીસાંજથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ પડતા જીલ્લાના ડેમો અને તળાવોમાં પાણીની નવી આવક પણ થઈ છે. જ્યારે સાર્વત્રિક વરસાદથી ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે જ્યારે જીલ્લાના તમામ તાલુકાઓમાં સોમવારે મોડીસાંજથી બીજે દિવસે સવારના ૬-૦૦ વાગ્યા સુધી સારો વરસાદ નોંધાયો હતો જેમાં ચોટીલા તાલુકામાં ૧૫૮ મીમી, ચુડા-૯૯ મીમી, સાયલા-૯૮ મીમી, થાન-૯૪ મીમી, મુળી-૯૨ મીમી, વઢવાણ-૪૨ મીમી, ધ્રાંગધ્રા-૩૫ મીમી, લીંબડી-૩૧ મીમી, લખતર-૨૮ મીમી, દસાડા-૨૬ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે બીજે દિવસે મંગળવારે સવારથી પણ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત શરૃ રહી હતી અને મોડીસાંજ સુધી પણ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સોમાસાની સીઝનનો સારો વરસાદ નોંધાતા ખેડુતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને કપાસ સહિતના આગોતરા વાવેતરને સારા વરસાદથી જીવતદાન મળ્યું છે.

બોક્ષ-૧ ઃ મંગળવારે સવારના ૬-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ મીમીમાં

તાલુકો ૬ થી ૮ ૮ થી ૧૦ ૧૦ થી ૧૨ ૧૨ થી ૨ ૨ થી ૪ કુલ

ધ્રાંગધ્રા ૦૩ ૦૦ ૦૧ ૧૩ ૦૧ ૧૮

દસાડા ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

લખતર ૦૩ ૧૧ ૦૧ ૦૦ ૦૦ ૧૫

વઢવાણ ૦૦ ૧૯ ૩૨ ૦૬ ૦૦ ૫૭

મુળી ૦૨ ૨૭ ૨૫ ૭૫ ૦૬ ૧૩૫

ચોટીલા ૧૧ ૧૦ ૧૯ ૦૨ ૦૨ ૪૪

સાયલા ૦૪ ૧૬ ૧૫ ૧૦૪ ૧૯ ૧૫૮

ચુડા ૦૦ ૦૯ ૬૫ ૧૪ ૦૮ ૯૬

લીંબડી ૦૨ ૦૯ ૦૫ ૧૪ ૦૪ ૩૪

થાન ૧૦ ૨૦ ૦૦ ૦૫ ૭૦ ૧૦૫


Tags :