વડોદરામાં યોગ દિવસની અનોખી ઉજવણી : નયનરુચિ નવી સંરચના ધરાવતો અભ્યાસ "સર્પાકાર સૂર્ય નમસ્કાર"
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ (20 જૂન) એસ.એન.ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ શહેર પ્રથમ વખત ‘સર્પાકાર સૂર્ય નમસ્કાર’ની વિશિષ્ટ શૈલી સાથે યોગ દિવસની ઉજવણી કરશે. જેમાં વડોદરા અને અન્ય શહેરોના લગભગ 700 યોગપ્રેમીઓ (ઓનલાઈન અને ઓફલાઈન) દ્વારા ભાગ લેવા માટેની તૈયારી દર્શાવી છે.
એસ.એન. ફાઉન્ડેશનના સ્થાપક મેરીપેલી પ્રવીણે જણાવ્યું હતું કે, “આ વિધિ માત્ર યોગાસન નહીં પરંતુ આધ્યાત્મિક સંવેદનાને જગાડે છે. દરેક સર્પાકાર ક્રમ પહેલાં મંત્રજાપ દ્વારા આપણું ચિત્ત કેન્દ્રિત થાય છે અને આગામી ચક્ર માટે શરીર તૈયાર થાય છે. સાધકો આ યાત્રામાં 14 વિશિષ્ટ આસનોનો અભ્યાસ કરશે .દિવસની આ આરંભિક યાત્રા માત્ર શારીરિક સ્ફૂર્તિ માટે નથી, પણ આંતરિક શાંતિ અને સ્થિરતા તરફના સચેત પગલાં તરીકે ઉભરી આવી છે. આ અભ્યાસની ખાસિયત એ છે કે દરેક સત્ર પહેલાં સૂર્યના 12 પવિત્ર નામોના મંત્રપાઠ સાથે ધ્વનિ વિધિ યોજાય છે. આ પાંચ મિનિટના ગૌણ મંત્રોચ્ચારણથી શરીરમાં ઊર્જા પ્રવાહ સક્રિય થાય છે અને મન-શરીર સંતુલનના એક સ્તરે પહોંચે છે.








