કચ્છમાં કેન્દ્રીય મંત્રીએ દત્તક લીધેલું નિરોણા ગામ બેહાલ
- શાળામાં શિક્ષકોની ઘટ, નર્મદાનું પાણી મળતુ નથી
- દત્તક લીધા બાદ ગામમાં એક કરોડના ખાતમુહૂર્ત થયા, પણ ટેન્ડર બહાર પડાતા નથી! ઃ પાવરગ્રીડ કોર્પોરેશનના કરોડોના ભ્રષ્ટાચારની રજૂઆતમાં તપાસ થતી નથી
ભુજ,શુક્રવાર
લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા વિકાસની વાતો કરવામાં આવી રહી છે. ઉમેદવારો દ્વારા વચનોની લ્હાણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા દત્તક લીધેલા ગામોમાં સમસ્યાઓની ભરમાર છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નખત્રાણા તાલુકામાં આવેલ નિરોણા ગામને દત્તક લીધેલ છે પરંતુ આ નિરોણા ગામમાં સમસ્યાઓની યાદી લાંબી છે. ગામની સમસ્યાઓ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતા એક પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતુ નથી. ત્યારે, ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય મંત્રીએ ગામને દતક લીધુ છે પરંતુ તેના કોઈ સારા પરિણામ મળ્યા નથી.
નિરોણા ગામ હસ્તકલા ક્ષેત્રે વિશ્વ લેવલે વિખ્યાત છે. ગામમાં ૧૫થી વધુ વિવિાધ હસ્તકલાક્ષેત્રે ૩૦૦ જેટલા કારીગરો છે. જેના માટે ગ્રામ હાર્ટની જરૃર હોવાથી સરકાર દ્વારા ૧૯૯૧માં ત્રણ એકર જમીન ગ્રામ હાર્ટ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ, આ જમીન કાગળ પર છે. ગામમાં સારસ્વત સંચાલિત અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી ૧૯૯૧માં હાઈસ્કુલનું ત્રણ માળનું બિલ્ડીંગ બનાવાયુ હતુ જેને ૨૮ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો છે. હાલમાં ૪૦૦ જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અવારનવાર બિલ્ડીંગના છત ઉપરાથી પોપળા ખરતા હોવાથી બિલ્ડીંગનું રિનોવેશન જરૃરી છે. ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં આવેલ ભોજનાલયની બાજુમાં જ મુતરડી છે. ૭૦૦ વિદ્યાર્થીઓ ભોજન લે છે પરંતુ મુતરડીના લીધે દુર્ગંધ મારે છે તેની સફાઈ કરવામાં આવતી નાથી. હાઈસ્કુલમાં ધો.૧૧-૧૨માં પાંચ શિક્ષકોની ઘટ છે. ધો.૯ તાથા ૧૦માં ૨ જયારે ધો.૧થી ૫ નિરોણા કુમાર શાળામાં ૧ તેમજ ધો.૧થી ૫માં કન્યા શાળામાં ૨ શિક્ષકોની ઘટ છે. આમ, કુલ મળીને ૧૧ જગ્યાઓ ખાલી છે. જો સમયસર શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવે તો ૧૨૦૦ વિદ્યાર્થીઓને ન્યાય મળે. આ વિદ્યાર્થીઓ સરકાર આધુનિક શિક્ષણ માટે કોમ્પ્યુટર લેબ કે વાઈફાઈ જેવી સુવિાધાઓ વંચિત છે.
ગામના લોકો ૪૫૦૦ ટીડીએસ ખારૃ પાણી પીવે છે. ગ્રામજનો દ્વારા ૨૦૦ લોકોની સહી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યો હોવા છતા નિરાકરણ આવતુ નાથી.ગામને બે દિવસે નર્મદાનું પાણી મળતુ હતુ પરંતુ ગામના સરપંચનો પોતાનો આરઓ પ્લાન્ટ હોવાથી નર્મદાનું વાધારાનું પાણી બંધ કરી દીધેલ છે. જેમાંથી સરપંચ મહિને ૨ લાખની કમાણી કરે છે. ગામલોકોને મીઠુ પાણી વેંચાતુ લેવાની ફરજ પડે છે. ખારા પાણીના કારણે કીડની, ડાયાલીસીસ,ટીબી, તાવ, ચામડી સહિતના રોગોમાં વાધારો થયો છે.
નિરોણા વેપારી મંડળ છેલ્લા ૨૮ વર્ષાથી કાર્યરત છે. વેપારી મંડળની વાંચન માટે લાઈબ્રેરી તાથા ૨૫૦ વેપારીઓ માટે ડસ્ટબીનની સુવિાધા નાથી. સરકાર દ્વારા સૌની યોજના દ્વારા ખેડૂતોને ડેમ મારફતે પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવે છે જયારે બીજી તરફ હકીકત એ છે કે, નિરોણા ડેમ ઉપરની કેનાલ ઉપર લીફટ સિસ્ટમાથી પાણી ફાળવવાં આવે તો દર વર્ષે ખેડૂતો બે પાક લઈ શકે. પરંતુ, સિંચાઈ મંડળી તાથા નિરોણા જુાથ ગ્રામ પંચાયતને પાણી બારોબાર વેંચીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
નિરોણા ગામની સીમમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. દ્વારા ગૌચર તાથા શ્રીસરકાર જમીનમાંથી વીજલાઈનનું કામ ચાલુમાં છે. જેમાં ગામના સરપંચ તાથા મળતીયા દ્વારા દુરની જમીનના ૭-૧૨ આપી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ લી. દ્વારા વીજ લાઈન માટેની વળતર ૨ કરોડ ૭૪ લાખ લઈને ભ્રષ્ટાચાર આચરેલ છે. જે બાબતે ગ્રામજનોએ એપ્રિલ-૨૦૧૮ના ૩૦૦થી વધુ સહીઓ સાથે ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવેલ હતુ પરંતુ આજ દિન સુાધી તપાસ થઈ નાથી. નિરોણા ગામને દતક લીધેલ હોઈ એક કરોડાથી વાધારેના સીસી રોડ તાથા ગટર લાઈનના ખાતમુહૂર્ત થયા છે. પરંતુ, નિરોણા ગ્રામ વિકાસ સમિતિએ ૧ વર્ષ પૂર્વે લેખિતમાં જાણ કરી હોવા છતા સરપંચ દ્વારા કામોમાં ભ્રષ્ટાચાર કરવા માટે ટેન્ડર સીસ્ટમ હાથ ધરેલ નાથી. જે એક કરોડના કામ ૪૦ ટકામાં પૂર્ણ કરી ૬૦ લાખ જેટલો ભ્રષ્ટાચાર થયેલ છે તેવો આક્ષેપ કરાયો છે.નિરોણા પીએચસીમાં મહિનાની ૨૫૦૦થી વધુ ઓપીડી તાથા ૧૨૦ આસપાસ ડીલીવરી થાય છે. ગામની આજુબાજુના ૨૫થી વધુ ગામડાઓ અને ૪૫૦૦૦થી વધુની વસ્તી ધરાવતુ આ પીએચસી સેન્ટરને સીએચસી કરવામાં આવે તો ગામલોકોને આરોગ્યની સુવિાધા મળી રહે. નિરોણા ગામની ગૌશાળાને નખત્રાણા મામલતદાર દ્વારા સબસીડી નામંજુર કરવામાં આવી છે. આવા કપરા કાળમાં પશુાધનની દયનીય હાલત છે. વર્તમાન સમયમાં લોકસભાની ચુંટણીનો માહોલ પરાકાષ્ટાએ છે ત્યારે ગત રોજ નિરોણા ગામમાં યોજાયેલ ભાજપના નેતા શંભુનાથ ટુંડીયાની સમક્ષ ગ્રામજનો દ્વારા આ મામલે રજૂઆત કરાઈ હતી.