Gujarat

ઉબેરગામેથી 33 વીજ થાંભલા પરથી વાયરો કાપી ચોરી અજાણ્યા તસ્કરો ફરાર

By GS TEAM
5 Oct 20251 min read
TukuTouch Logo
જંબુસરના ઉબેરગામ ઉબેર ભોટુ વગો તરફ જતી વીજ લાઈનના વાયરો ગઈ તા. 18 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમ્યાન અજાણ્યા તસ્કરો 33 વીજ થાંભલા પરથી 3360 મીટરના 494 કિલો વજન ધરાવતા રૂ. 1.29 લાખની કિંમતના વાયરો કાપી ચોરી કરી નાસી છૂટ્યા હોવાની વિગતો સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉબેરગામેથી 33 વીજ થાંભલા પરથી વાયરો કાપી ચોરી અજાણ્યા તસ્કરો ફરાર

જંબુસરના ઉબેરગામ ઉબેર ભોટુ વગો તરફ જતી વીજ લાઈનના વાયરો ગઈ તા. 18 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમ્યાન અજાણ્યા તસ્કરો 33 વીજ થાંભલા પરથી 3360 મીટરના 494 કિલો વજન ધરાવતા રૂ. 1.29 લાખની કિંમતના વાયરો કાપી ચોરી કરી નાસી છૂટ્યા હોવાની વિગતો સામે આવી છે. જંબુસર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરની ફરિયાદના આધારે વેડચ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.