અર્બન ગ્રીનીંગ પોલીસી અંતર્ગત અમદાવાદને ૧૦૦ કરોડ મળશે, નવી TP માં ૫ ટકા વિસ્તાર ગ્રીન કવર માટે રાખવો પડશે

અમદાવાદ,મંગળવાર,
3 માર્ચ,2026
અર્બન ગ્રીનીંગ પોલીસી અંતર્ગત અમદાવાદ શહેરના ગ્રીન કવરમાં
વધારો કરવા માટે વિવિધ પ્રકારના પ્લાનિંગ કરવામા આવશે. આ પોલીસી અંતર્ગત શહેરને સો
કરોડ મળશે.નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં પાંચ ટકા વિસ્તાર ગ્રીન કવર માટે ફાળવવાનો
રહેશે. ઉપરાંત ટી.પી.સ્કીમના એક ટકા વિસ્તારમાં મિયાવાકી પધ્ધતિથી અર્બન ફોરેસ્ટ
વિકસાવાશે.અલગ અલગ વિસ્તારમાં આવેલી ખાનગી મિલકતો ઉપર વૃક્ષારોપણને પ્રોત્સાહન
અપાશે.
કલાઈમેટ ચેઈન્જના પડકારોને પહોંચી વળવા તથા શહેરના ગ્રીન
કવરમા વધારો કરવા અર્બન ગ્રીનીંગ પોલીસી મેઝર્સ ફોર ગ્રીનર અમદાવાદ તૈયાર કરવામા આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
દેવાંગ દાણીએ કહ્યું,શહેરમા
આવેલા હયાત વૃક્ષોની જાળવણી ઉપરાંત સર્વાઈકલ રેટ વધારવા પબ્લિક પાર્ટીસીપેશનના આધારે અર્બન ગ્રીનીંગ
પોલીસીનો અમલ કરવામા આવશે.શહેરના અલગ અલગ વિસ્તારમાં નવા બગીચા બનાવવાની સાથે
ઓકિસજન પાર્ક, રેઈન
ગાર્ડન,રૃફટોપ
ગાર્ડન, લેક
ગાર્ડન, અર્બન
ફોરેસ્ટ, ઈકોલોજીકલ
પાર્ક, બાયો ડાયવર્સિટી
પાર્ક વિકસાવાશે. વિવિધ પ્લોટ તથા ખુલ્લી જગ્યામાં મિયાવાકી પ્લાન્ટેશનની સાથે
ડેન્સ પધ્ધતિથી પ્લાન્ટેશન કરવા સહીતના
આયોજન કરવામા આવશે.
શહેરમા નવા બગીચા કયા-કયા બનશે?
ઝોન વોર્ડ ખર્ચ(કરોડમાં)
પૂર્વ નિકોલ ૧.૦૦
પૂર્વ નિકોલ ૫.૦૦
પશ્ચિમ સાબરમતી ૦.૫૦
પશ્ચિમ રાણીપ ૧.૦૦
ઉત્તર નરોડા ૦.૬૦
ઉત્તર નરોડા ૦.૫૦
ઉત્તર સરદારનગર ૦.૫૦
ઉત્તર સરદારનગર ૦.૩૦
દક્ષિણ લાંભા
૧.૦૦
દક્ષિણ ઈસનપુર ૦.૬૦
ઉ.પ. ગોતા
૩.૦૦
ઉ.પ. ઘાટલોડીયા ૦.૫૦
ઉ.પ. ઘાટલોડીયા ૦.૫૦
ઉ.પ. થલતેજ ૧.૫૦
ઉ.પ. ગોતા
૫.૦૦
ઉ.પ. ચાંદલોડીયા ૨.૦૦








