અમદાવાદ,ગુરુવાર, 10 નવેમ્બર,2022
ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા અમલમા મુકવામા આવેલા ગૃડા
એકટ-૨૦૨૨ અંતર્ગત અમદાવાદમા બાંધકામ નિયમિત કરવા કે કરવામા આવેલી અરજી ના મંજુર
કરવા અધિકારીઓને સત્તા આપવામા આવી છે.૪૫ મીટર સુધીની ઉંચાઈના બાંધકામ માટે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝોન મારફતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્બન
ડેવલપમેન્ટને નિર્ણય લેવાની વહીવટી સત્તા અપાઈ છે.
અમદાવાદમા ૧૬.૫૦ મીટર સુધીની ઉંચાઈની મર્યાદાવાળા સ્વતંત્ર
રહેણાંક તથા ઈન્ડસ્ટ્રીયલ બાંધકામો માટે આસીસ્ટન્ટ ટી.ડી.ઓ, આસીસ્ટન્ટ એસ્ટેટ
ઓફિસર ઝોનને વહીવટી સત્તા આપવામા આવી છે.૧૬.૫૦ મીટરથી ઓછી ઉંચાઈના કોમર્શિયલ તથા
મિક્ષ ડેવલપમેન્ટ પ્રકારના બાંધકામ માટે ઝોનકક્ષાએ ડેપ્યુટી ટી.ડી.ઓ કે ડેપ્યુટી
એસ્ટેટ ઓફિસર બાંધકામને નિયમિત કરવા કે અરજીને નામંજુર કરવાનો નિર્ણય કરી શકશે.
૨૫ મીટરથી વધુ અને ૪૫ મીટર સુધીની ઉંચાઈની મર્યાદાવાળા
રહેણાંક,કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ તથા
મીક્ષ ડેવલપમેન્ટ પ્રકારના તમામ પ્રકારના બાંધકામ માટે ડેપ્યુટી કમિશનર ઝોન મારફતે
ડેપ્યુટી કમિશનર,યુ.ડી.
મારફતે નિર્ણય લેવાની વહીવટી સત્તા અપાઈ છે.બાંધકામવાળા પ્રિમાઈસીસમા જરુરી
પાર્કીંગ પુરુ પાડવુ શકય ના હોય અને જે તે પ્રિમાઈસીસની ૫૦૦ મીટરની મર્યાદામા
પાર્કીંગ દર્શાવતા હોય તેવા તમામ બાંધકામવાળા કીસ્સામા ડેપ્યુટી કમિશનર ઝોન મારફતે
ડેપ્યુટી કમિશનર,યુ.ડીની
મંજુરીથી બાંધકામ નિયમિત કરવા કે ના કરવા
અંગેનો નિર્ણય કરી શકાશે.ડ્રામા,સિનેમા, મલ્ટીપ્લેક્ષ,ઓડીટોરીયમ,એકઝિબીશન હોલ,મેરેજ હોલ,સ્ટેડીયમ,કલબ વગેરે
કીસ્સામા ડેપ્યુટી કમિશનર ઝોન મારફતે ડેપ્યુટી કમિશનર,યુ.ડીની મંજુરી
મેળવી મ્યુનિસિપલ કમિશનરની મંજુરી બાંધકામ નિયમિત કરવા કે ના મંજુર કરવા અંગે
અંતિમ નિર્ણય લેવામા આવશે.


