Get The App

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે PIને કરી રજૂઆત

ત્વરિત પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

દારૂના વેપલાને બંધ કરવા અને બુટલેગરોની તત્કાળ ધરપકડ કરવા રજૂઆત

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે PIને કરી રજૂઆત 1 - image


Mahuva News: મહુવા શહેર અને ભાદ્રોડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી અને દેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, જેની રજૂઆત મહુવા કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા મહુવા પીઆઇને રજૂઆત કરવામાં આવી હતી.

મહુવા શહેર અને વિસ્તારમાં ઈંગ્લીશ અને દેશી દારૂનું બેફામ વેચાણ કરવામાં આવે છે. જેમકે મહુવા શહેરમાં ગાઘકડા બજાર, જનતા પ્લોટ, મિલની-ચાલી, માર્કેટિંગ યાડની પાછળ, વાસી તળાવ, જી.આઈ ડી.સી, ગાંધીબાગની પાછળ, રેલ્વે પાટાના વિસ્તાર, ભવાનીનગર, વિ.ટીનગરમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારુ વેચવામાં આવી રહ્યો છે. તેમજ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ભાદ્રોડ, માળવાવ, નઈપ, કુંડળ છસીયા, બીલડી, પીપળવા, ડુંડાશ લુસડી, વાંગર, મોટા જાદરા, ઉમણીયાવદર, નેસવડ, રીજન્સી- નેસવડ, તરેડ, તલગાજરડા, રાતોલ, સહિતના ગામોમાં વિદેશી અને દેશી દારુ વેચાણ મોટા પ્રમાણમાં થાય છે.

આ દારૂના દૂષણને ડમી દેવા અને બુટલેગરોની ધરપકડ કરવાની મહુવા તાલુકા કાંગ્રેસ સમિતિ દ્વારા મહુવાના પીઆઇને કરવામાં આવી હતી. રજૂઆતના ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો પોલીસ મથક સામે ઊગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

Tags :