અકોટા બ્રિજ ઉપર બેકાબુ કાર ડિવાઇડર સાથે ભટકાઈ , ચાલકની અટકાયત
અકોટા બ્રિજ ઉપર
ગઈકાલે મોડીરાત્રે બેકાબૂ
કારે અકસ્માત
સર્જ્યો હતો. કાર ચાલકે ફૂલ સ્પીડ હંકારતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર
ધડાકાભેર સોલાર પેનલ બ્રિજ નીચે ડિવાઇડર સાથે ભટકાઈ હતી. કાર ચાલકે પોતાની કારને
નુકસાન સાથે
ડિવાઇડર તોડી
સ્ટીલની રેલીંગને પણ નુકસાન પહોંચાડ્યું હતું. રાવપુરા પોલીસે સાર્વજનિક મિલકતને
નુકસાન પહોંચાડવા અને એમવી એક્ટ સહિતની કલમો હેઠળ કારચાલક નરેન્દ્રકુમાર
કિશોરકુમાર ભાર્ગવ (રહે - અશ્વમેઘ એપાર્ટમેન્ટ, અકોટા )ની અટકાયત કરી કાર કબજે કરી હતી.