અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક અથડાતા કાકા, ભત્રીજાના મોત
- મૃતકના ભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- કાકા-ભત્રીજો બાઈક પર રાણપુર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : સાયલા તાલુકાના નવાગામ ખાતે રહેતા કાકા ભત્રીજા બાઈક લઈને પાળીયાદથી રાણપુર જતી વેળાએ અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક સાથે અથડાતા કાકા ભત્રીજાના મોત નીપજ્યા હતા.
સાયલા તાલુકાના નવાગામ ખાતે રહેતા જયપાલભાઈ હનાભાઈ બવળીયા તથા તેમના કાકા રવીભાઈ ઉર્ફે નિલેશભાઈ લીંબાભાઇ દેવશીભાઇ બાવળીયા મોટરસાયકલ નં.જીજે-૧૩-બીજે-૫૫૦૪ લઈને પાળીયાદથી રાણપુર તરફ જઈ રહ્યા હતા. તે વખતે અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક નં.જીજે-૦૩-બીડબલ્યુ-૮૯૯૫ના ચાલકે પોતાનો ટ્રક ફુલ સ્પીડમાં અને બેફીરાઇથી ચલાવી મોટર સાઇકલ સાથે અથડાવી દેતા કાકા ભત્રીજાને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જયપાલભાઈ અને કાકા રવીભાઈ ઉર્ફે નિલેશભાઈના મોત નિપજ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અશ્વિનભાઇએ રાણપુર પોલીસ મથકમાં ટ્રક ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.