Gujarat

સરકારી નોકરી નહીં મળતા હતા શિક્ષિકાનો ફાંસો ખાઈને આપઘાત

By GS TEAM
16 Jun 20251 min read
સરકારી નોકરી નહીં મળતા હતા શિક્ષિકાનો ફાંસો ખાઈને આપઘાત

 વડોદરા,સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે સિલેક્ટ નહીં થનાર શિક્ષિકાએ હતાશ થઇને ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.  જે અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ સમા રોડ એલ એન્ડ ટી કોલોની નજીક થ્રીજી પાર્ક ફ્લેટમાં રહેતા માનસીબેન મિનેષભાઈ ચૌહાણ( ઉં.વ.૨૪) ચાણક્યપુરી વિસ્તારની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે તેમણે  ઘરે પંખા પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બજારમાંથી ખરીદી કરીને આવેલા માતા અને ભાઈએ ઘરે આવીને જોયું તો દરવાજો બંધ હતો. દરવાજો તોડીને જોયું તો માનસી બેને ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગે સમા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,  માનસીબેને સરકારી નોકરી માટે અરજી કરી હતી .પરંતુ, તેઓ સિલેક્ટ થયાના હતા જેના કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં રહેતા હતા અને આ કારણસર જ તેમણે આપઘાત કરી લીધો હોવાની  શક્યતા છે.